Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ ‚રુપાણી સાથે રાત્રી ભોજન લેશે

એટલે સૌરાષ્ટ્રનું પાટનગર, સોરઠ અને ભાતીગળ સંસ્કૃતિ એ સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે ત્યારે રાજકોટમાં કોઈ અદકેરા મહેમાન આવે ત્યારે એકદમ કાઠિયાવાડી પરંપરા મુજબ તેમની આગતા-સ્વાગતા કરાવી આપણો રીવાજ છે.

આજે જયારે નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી રાજકોટમાં પ્રથમવાર આવતા હોય એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત અસલ કાઠીયાવાડ પરંપરા મુજબ ઢોલ નગારા અને રાસ ગરબાના તાલે કરવામાં આવશે. રાસ મંડળી ખાસ એલ.ઈ.ડી. કોસ્ચ્યુમસ પહેરી અનેરો માહોલ ઉભો કરશે. રાજકોટથી તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા જશે. ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરશે. રાત્રે રાજકોટ પરત ફરશે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે પ્રીતિભોજન લેશે. તા.૨૦ના રોજ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ડંકો વગાડતી રાજકોટ ડેરીની મુલાકાત લઈ ભુવનેશ્ર્વર જવા નિકળશે. નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે હાઈ લેવલ ડેલીગેશન આવતું હોઈ ધાર્મિક અને ઐતિહાસિક મહાત્મય ધરાવતા સૌરાષ્ટ્રની અવિસ્મરણીય યાદો સાથે લઈ જશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.