Abtak Media Google News

બોલિવુડમાં ઇદનો તહેવાર સલમાન ખાનના નામ પર હોય છે. આ કારણે ઈદના અવસર પર સલમાન ખાનની સામે કોઈ બીજો ફિલ્મમેકર પોતાની ફિલ્મ રિલીઝ કરતો નથી. સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’ આ ઈદ પર રિલીઝ થવાની છે. સલમાનના ફેંસ આતુરતાથી ફિલ્મ Tubelight ની રાહ જોઈ રહ્યા છે. ભારતમાં તો ફિલ્મ સારો બિઝનેશ કરશે તે વાત તો નક્કી છે પરંતુ પાકિસ્તાનમાં આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જી હાં, પાકિસ્તાનમાં પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કે, સલમાનની ‘ટ્યુબલાઈટ’ ને ઇદના અવસર પર રિલીઝ કરવામાં નાં આવે. આ વખતે પાકિસ્તાન ટ્યુબલાઈટ ફિલ્મનો વિરોધ કરી રહી છે. કારણકે આ ફિલ્મ સાથે પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન પહોચી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ઈદ પર પાકિસ્તાનમાં બે મોટી ફિલ્મો ‘યલગાર’ અને ‘શોર-શરાબા’ રિલીઝ થઇ રહી છે. તેવામાં પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં લોકો ઈચ્છે છે કે, ટ્યુબલાઈટ ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ થતા રોકવામાં આવે.

પાકિસ્તાનના ફિલ્મ વિતરક અને ફિલ્મ નિર્માતા સંઘ સલમાનની ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, સ્થાનિક ફિલ્મો સારો બિઝનેશ કરે. આ મુદ્દો હવે કોર્ટમાં પણ પહોચી ગયો છે. ‘યલગાર’ અને ‘શોર-શરાબા’ ફિલ્મનાં પ્રોડ્યુસરે તો એવું પણ કહી દીધું છે કે, જો ઈદ પર સલમાનની ટ્યુબલાઈટ રિલીઝ કરવામાં આવશે તો તેઓ પોતાની ફિલ્મો રિલીઝ કરેશે નહિ. તો હવે જોવું દિલચસ્પ હશે કે, ‘ટ્યુબલાઈટ’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થશે કે નહિ?

ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ ‘સુલતાન’ બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. ‘ટ્યુબલાઈટ’ નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.