અમરેલીમાં દાઉદી વ્હોરા સમાજના ઓલિયા મુલ્લા જાફરજી જીવાજીનો ‘ઉર્ષ મુબારક’ ઉજવાયો

110

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજની મહાન ઓલિયા મુલ્લા જાફરજી જીવાજીનો ઉર્ષ મુબારક અમરેલીમાં અદન અને અકિદત સાથે ઉજવાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો જાફરી મઝારમાં આવી આંસુની અંજલી અર્પણ કરી હતી. આજીવન અલ્લાહની બંદગી અને લોકભલાઈ કરનારા જાફરજી સાહેબ દરેકની મનોકામના પૂર્ણ કરતા હોવાથી અમરેલી જેસીંગપરામાં છેલ્લા બે દિવસમાં અનેક આસ્થાળુઓએ તેમની તુરબત પર માથુ ટેકવ્યું હતું. તેમની સ્મૃતિમાં સંદલ મજલિસ ન્યાઝ કુરાન પઠન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌરાષ્ટ્રના અનેક ગામોના વ્હોર ભાઈ-બહેનો અને બાળકોએ કડકડતી ઠંડીમાં પણ ભાગ લઈ શ્રદ્ધાના ફુલો ન્યોછાવાર કર્યા હતા. જસદણમાં પણ તેમની યાદમાં મજલિસ યોજાય હતી.

 

 

Loading...