Abtak Media Google News

ઓખી વાવાઝોડાના કારણે ગઇકાલે સાંજથી Mumbai માં ઝરમર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે રાજય સરકારે શાળા-કોલેજોમાં રજાની જાહેરાત કરી છે. વરસાદ અને તાપમાન ઘટવાથી માર્ગો પર રોજ કરતા ઓછા જોવા મળી રહ્યા છે. ટ્રેનોમાં ભીડ પણ ઓછી જોવા મળી રહી છે.જો કે આજે બપોરે આ વાવાઝોડાની દરિયામાં તીવ્રતા વધી છે.જેના પગલે દરિયાકિનારાને આસપાસના દાદર અને ચોપાટીના રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

ભારતીય હવામાન ખાતાની મુંબઇ કચેરીએ ચેતવણી આપ્યા બાદ રાજય સરકારે અનેક જિલ્લાઓમાં રજા જાહેર કરી દીધી છે. મધ્ય રેલ્વે મુંબઇ ડીવીઝનના જણાવ્યા પ્રમાણે રાહત બચાવ કાર્ય માટે તમામ ચીજવસ્તુઓની તૈયારી રાખવામાં આવી છે. સાથોસાથ રપ૦થી વધુ જવાનોને ભીડ નિયંત્રણ માટે સ્ટેશનો ઉપર ગોઠવવામાં આવ્યા છે. વાવાઝોડુ મુંબઇથી ૬૭૦ કિ.મી. દુર કેન્દ્રીત છે.

આજે મુંબઇ અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળતા લોકોને ત્યાં નહી જવા જણાવાયુ છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ ઓખી વાવાઝોડુ સુરત તરફ ૮પ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યુ છે. વાવાઝોડાને કારણે માછલી પકડવા ગયેલા સેંકડો માછીમારો લાપતા છે. મહારાષ્ટ્રમાં ઓખીનો ખતરો ટળી ગયો છે પરંતુ સુરત તરફ આગળ વધતુ વાવાઝોડુ તેલના કુવાઓ ઉપર અસર કરે તેવી શકયતા છે.

અત્રે એ નોંધનીય છે કે કેરળ અને તામિલનાડુમાં ઓખીએ ર૦થી વધુ લોકોનો ભોગ લીધો હતો. આવતીકાલે સવારે આ વાવાઝોડુ ડિપ ડિપ્રેશન થઇને ગુજરાતના કાંઠે ત્રાટકે તે પુર્વે તે મહારાષ્ટ્રમાંથી પસાર થશે તેથી મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. રાહત અને બચાવ ટુકડીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.