Abtak Media Google News

છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ બોટોએ લીધી જળ સમાધી કોઈ જાનહાની થઈ નથી..

ગુજરાતના ૧૬૦૦ કિ.મ ના દરીયા કીનારા પર આવેલ ઓખા બંદર માચ્છીમારોનું સ્વર્ગ ગણાઈ છે. અહી દર વર્ષે સીઝનની શરૂઆતથી જ પાંચ હજાર જેટલી માચ્છીમારી બોટો દેશના દરેક રાજયમાંથી માચ્છીમારી અર્થે આવે છે. અહીં આ ઉધોગ થી લાખો લોકો રોજગારી અને હજારો પરીવારોને રોઝી રોટી મેળવે છે. અને દેશને કરોડો રૂપીયાનુ હુંડીયામણ કમાવી આપે છે. પરન્તુ વિકાસ શીલ સરકારની નીતી રીતી અને સરમુખત્યાર શાહી નીર્ણયોથી આ બંદર વિનાસ તરફ વળી રહયુ છે. અહી બંદર પર સરકારી કોઈજ સુવીધા નથી. ૩૫ જેટલી પ્રાઈવેટ જેટી ઓ અને ૫૦૦ જેટલા દંગા ઓ ધમધમી રહયા છે. અને પાલીકા દ્વારા કરોડો રૂપીયાનો બે નંબરી વેરો વસુલી કરી અહી કોઈ જ સુવીધા પુરી પાડવામાં આવતી નથી.

Vlcsnap 2018 04 16 12H59M38S188
બોટોના રજીસ્ટ્રેશન અને ખલાસીના પાસ જેવી અગત્યની કામગીરી કાઠા પર તંબુ બાધી સીકયુરીટી ગાર્ડ અને ટેપરરી પટાવાળા પાસે કરાવામાં આવે છે. ત્રણ દિવસ પહેલા બેટ દ્વારકાની “જલાલશાહ” નામની બોટ જખૌના દરીયા માં ગરક થઈ હતી જેના આઠ ખલાસીઓને બીજી માચ્છીમારી બોટો એ બચાવી લેવાયા હતા. હજુ આ અકસ્માતની શાહી
શકાઈ નથી ત્યા આજ રોજ ઓખા બેટની “નારણપ્રસાદ” નામની બોટ ઓખા બંદરથી જેટી નજીક કોઈ જહાજ સાથે ટકરાઈ જળસમાધી લીધી હતી, જેના નવ ખલાસીને પણ અન્ય માચ્છીમારી બોટ બચાવી લેવાય હતા. હમણા માચ્છીમારી માંથી મળતા સમાચાર પ્રમાણે આજરોજ મોડી રાત્રીના બેટ ગામની ” “ઓસે આઝમ” નામની બોટે જખના દરીયા પાસે જળ સમાધી લીધી હોય. જેના આઠ ખલાસીઓને બચાવ થયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.