Abtak Media Google News

જો હાલત નહીં સુધરે તો આંદોલનની ચીમકી

છેલ્લા પાંચ વર્ષથી પોસ્ટ બિલ્ડીંગની હાલત ખંઢેર બની છે ત્યારે તેની કામગીરી પણ એવી જ ખોરવાયેલી જણાય છે. અહીં આ બિલ્ડીંગ કયારે પડે અને કયારે મોટી જાનહાની થાય તેની રાહ જોવાય છે. અહીં સ્ટાફની કમીને કારણે કોઈ કેસની લેતી-દેતી કે કોમ્પ્યુટર કામ થતા નથી.

અહીં પાંચનો સ્ટાફ હોવો જોઈએ તેની બદલે અહીં બેનો સ્ટાફ છે અને તેમાંય બે મહિનાથી એક કલાર્ક રજા પર જવાથી અહીં એક કર્મચારીથી કામગીરી કરાય છે. તેમાંયે છેલ્લા આઠ દિવસથી બુકિંગનો પ્રોગ્રામ બંધ થઈ જતા અહીં અનેક સમસ્યા સર્જાય છે. અહીં જામનગર પોસ્ટ સુપ્રીટેન્ડેન્ટને અનેક લેખિત રજુઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી. આ ઉચ્ચ અધિકારીઓ પ્રજા તો ઠીક પણ હવે ધારાસભ્ય કે સાંસદની રજુઆતોને પણ પ્રત્યુતર આપતા નથી.

વડાપ્રધાન મોદીએ આજે તમામ પોસ્ટ ઓફિસમાં બેન્કીંગ સેવાઓ શરૂ કરી છે ત્યારે ગુજરાતની પ્રથમ દરજજાની ઓખા પોસ્ટ ઓફીસમાં પોસ્ટની પણ પુરતી કામગીરી થતી નથી જે દેશ સાથે ગુજરાતની મોટી ક‚ણતા કહેવાય. વડાપ્રધાન દેશને વિશ્વનું મોડેલ ઈન્ડીયા બનાવવા કોશીષ કરી રહ્યા છે.

ત્યારે તેમના કેન્દ્ર સરકારી અધિકારીઓ દેશને ૧૮મી સદી તરફ ધકેલી રહ્યા છે. અહીં પોસ્ટ ઓફિસ જ નહીં સ્ટેટ બેંક, દેના બેંક, બીએસએનએલ ઓફિસ, મત્સયઉધોગ ઓફીસ, પીજીવીસીએલ ઓફિસ આ તમામની હાલત આજ છે. તમામ ઓફિસોમાં સ્ટાફની કમી જોવા મળે છે. હવે જો સરકારી કચેરીની હાલત નહીં સુધરે તો લોકો ફરજીયાત ગાંધી ચિંઘ્યા માર્ગે અપનાવવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.