Abtak Media Google News

દેશના પ્રથમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સ્વપ્નાને સાકાર કરવા છેલ્લા ઘણા વર્ષોથી આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે. જે અંતર્ગત દરેક ગામોની સેવાકીય સંસ્થાઓ, સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ સાથે સુરક્ષા જવાનો પણ જોડાયા છે.

ઓખા ભારતીય તટરક્ષક દળના જવાનો દ્વારા સ્વચ્છ ભારતનું અનોખું અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકાના તમામ વિસ્તારો અને દરિયા કિનારાની સફાઈ દર અઠવાડીયે એક વાર તમામ જવાનો સાથે મળી કરે છે. આજરોજ માછીમારી મોરી ફીસરીઝ બંદર વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવેલ અને દરેક રસ્તાઓ દગાઓ તથા દુકાનોની આજુબાજુ રહેલ કચરો પ્લાસ્ટીક એકઠો કરી એક ટ્રેકટર ભરી કચરાનો નિકાલ કરેલ અને દુકાનો તથા દગાઓમાં ડસ્ટબીન રાખવા સુચનો કર્યા હતા. પ્લાસ્ટીકનો કચરો જાહેરમાં ન ફેંકવા અનુરોધ કર્યો હતો. ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ચલાવવામાં આવતો આ સ્વચ્છતા અભિયાનને માછીમારોએ બિરદાવ્યો હતો અને માછીમારો પણ સાથે જોડાયા હતા અને છેલ્લે બધા સાથે મળી રસ્સા ખેંચની રમત રમી આનંદ માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.