Abtak Media Google News

અધીક માસના અધીક ટ્રાફીક વચ્ચે યાત્રીકોની સલામતી માટે પવન અને ભરતી સમયે બોટો બંધ રાખવા સુચનો

ઓખા તેમજ બેટ યાત્રાધામ વચ્ચે યાત્રાળુઓ તેમજ સ્થાનીક લોકોની અવર જવર માટે ચાલતી ફેરી બોટો સર્વીસ સોમવારે બપોરે ૧૨ થી ૪ ભારે પવન તથા ખરાબ હવામાન અને દરીયા ભરતીનાં કારણે ઓખા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બંધ રાખવામાં આવી હતી. ત્યારે હજારો યાત્રીકો ભાવીકો બેટ અને ઓખાની જેટી પર અટવાય હતા. મુસાફરોની સલામતી માટે ભારે પવન અને ભરતી સમયે ઉછળતા મોજાના કારણે અગમચેતીનાં ભાગ ‚પે ફેરી બોટો બંધ કરાઈ હતી.

વેકેશન અને અધીક માસના કારણે બંને જેટી પર ખૂબજ ટ્રાફીક રહે છે.ત્યારે હવે મોનસુન હવામાનના કારણે ભારે પવન હોય અને દરિયામાં ભરતીનો સમય હોય ત્યારે ફેરી બોટો બંધ રાખવા પોર્ટ અધિકારીઓ એ હુકમો કરેલા છે. અને હવામાન સા‚ હોય અને ભરતીન હોય તો જ ચાલુ રાખવા સુચના કરેલ છે. આ પ્રસંગે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિજયરાજસિંહ ઝાલા તેમના સ્ટાફ સાથે ટ્રાફીક બંદોબસ્ત માટે ૨૪ કલાકની ડયુટી પર પોલીસ તેનાત કરી હતી. અને નિયમો પ્રમાણે બોટો ચલાવાના સુચનો કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.