Abtak Media Google News

૪૨ વર્ષીય મહિલાનાં પેટમાંથી આઠ મહિનાનાં બાળક જેવડી ગાંઠ હતી. ડોક્ટરની ટીમને પણ અચરજમાં મુકે એવી ઘટનાં. વડોદરાના ડૉ. શ્વેતા શાહનો રેફરન્સ મળતા તેની હોસ્પિટલમાં નિદાન કરાવ્યું હતું. એ મહિલાને સાથે ડાયાબીટીસ ની બીમારી પણ હતી. પેટમાં બનેલી ગાંઠતો સાદી હતી પરંતુ વજન ૨ કિલોની આસપાસનું હતું. જેના કારણે એ ગાંઠનો ઓપરેશન વિના ઈલાજ શક્ય ન હતો. લેજર ટ્રીટમેન્ટ કે બીજી અન્ય પધ્ધતિ દ્વારા પણ ઈલાજ થઇ શકે તેમ ન હતો. ગયા સોમવારે વડોદરાની હોસ્પીટલમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હતું.

વડોદરા શહેરની આશિર્વાદ હોસ્પિટલનાં ડૉ. અલ્લકા પટેલ અને ડૉ. હેમંત પટેલ અને અન્ય ડોક્ટરે મળીને ગર્ભની ગાંઠની સફળ સર્જરી હતી. લાંબા સમયથી આ ગાંઠ મહિલાનાં શરીરમાં વિકસતી હતી. સોનોગ્રાફી કરતાં જાણવા મળ્યું હતું કે, મહિલાનાં પેટમાં ગાંઠ છે. ડોક્ટરની સફળ મેહનત થી મહિલાનું સફળ ઓપરેશન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.