આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાને આવકારતા પદાધિકારીઓ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર૦ લાખ કરોડના રાહત પેકેજની ફાળવણી  છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર દ્વારા કોરોના વાઇરસને કારણે સજાયેલ લોકડાઉનનો જે આર્થિક માર પડયો છે તેમાંથી આવનારા છ-બાર મહિનામાં આવા નાના ધંધા-વ્યવસાયકારો:, કારીગરો, વેપારીઓ પુન: આર્થિક સજજતા હાંસલ કરે અને તેઓ આગળ વધે તે માટે નવી જાહેર થયેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અત્યંત મદદરૂપ થશે. આ યોજનાને શહેરના અધિકારીઓ-પદાધિકારીઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

રાજયના અર્થતંત્રને વેગ મળશે: મિરાણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાતને વધાવતા જણાવ્યું હતું કે, આ યોજનાથી છેવાડાના અંતિમ છોરના ધોબી, વાણંદ, ઇલેકટ્રીશ્યન, નાના કરીયાણા, દુકાનદારો, નાના વેપારી, કારીગરો, શ્રમીક વર્ગ, વ્યકિતગત કારીગરોને આર્થિક આધાર મળશે. ત્યારે કોરોના વાયરસને કારણે રાજયમાં જે બે માસથી લોકડાઉનની સ્થિતિ રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધો-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે. તેમાંથી ઝડપભેર પૂર્વવત થશે અને રાજયના અર્થતંત્રને વેગ મળશે અને ગુજરાત ફરી એકવાર દેશનું અગ્રીમ રાજય બનશે. એમ અંતમાં જણાવી ભાજપ અગ્રણીઓએ યોજનાને આવકારી છે.

ધઁધા-રોજગાર પુન: ધબકતા થશે: ભંડેરી ભારદ્વાજ

ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે, રાજયમાં ૧૦ લાખથી વધુ એવા નાના ધંધા-રોજગાર વ્યવસાયકારો જેમાં ધોબી, વાણંદ, ઇલેકટ્રીશ્યન, કરીયાણાની નાની દુકાનવાળાઓ, વગેરેનો સમાવેશ થાય છે તેવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતગત રૂ. ૧ લાખ સુધીની લોન રાજયની કો.ઓપ. બેન્કો જિલ્લા સહકારી બેંકો અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા માત્ર ર ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવશે. અને આ લોન સહાય માટે લાભાર્થીઓએ માત્ર એક અરજી જ કરવાની રહેશે અને તેના આધારે રૂ. ૧ લાખ સુધીની લોન તેને મળી શકશે. ત્યારે આ બે ટકા ઉપરાંતનું એટલે કે ૬ ટકા વ્યાજ રાજય સરકાર ભોગવશે ત્યારે ત્રણ વર્ષ માટેનો આવી લોન સહાયનો કુલ વ્યાજ દર ર૦ ટકા જેવો થાય તેના સ્થાને લાભાર્થીઓને માત્ર ૬ ટકા જ ભરવાના થશે, બાકીના ૧૮ ટકા વ્યાજ રાજય સરકાર આપશે. અને આવી લોન સહાય મેળવનારા નાના વેપાર વ્યવસાય કારોને લોન મેળવ્યાના પ્રથમ ૬ માસ એટલે કે મોરોટોરિયમ પિરીયડ દરમ્યાન કોઇ હપ્તો કે વ્યાજ ભરવાનું રહેશે નહી તેવી મહત્વની જોગવાઇ આ યોજનામાં કરેલી છે.

પેકેજ ગ્રામ્ય મજુર, ખેડૂત અને ગામડા સમૃઘ્ધ બનાવશે

પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન મુજબ પેકેજ-રમાં ગ્રામ્ય મજુર ખેડુત અને ગામડાને સમૃઘ્ધ બનાવવાની દિશામાં આ પેકેજ જાહેર થયું છે. તેને સમગ્ર દેશનો ગ્રામીણ સમાજ આવકારશે તેમ રાજકોટના ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠીયાએ એક સંયુકત નિવેદનમાં જણાવેલ છે.

આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે કોરોના મહાકાંડના કારણે દુ:ખી ખેડુતને ૩૧ મે સુધી ધિરાણ ઉપરના વ્યાજમાં રાહત તેમજ ગ્રામીણ અર્થતંત્રને ધબકતું કરી દેશનું અર્થતંત્ર ધબકતું કરવાના હેતુ સર ૮૬,૬૦૦ કરોડના ધિરાણની જાહેરાત કરેલ છે તેમજ સહકારી અને ગ્રામીણ બેંકો માટે ૨૯,૫૦૦ કરોડની જોગવાઇ સાથે રપ લાખ ખેડૂતોને કિશાન ક્રેડીટ કાર્ડ આપવાનો પણ નિર્ધાર કરેલ છે.

ગ્રામીણ મજદુરોને રોજગારી મળી રહે તે માટે મનરેગા મારફતે નોંધણી કરીને રોજગારી પણ પૂરી પાડવામાં આવનાર છે તેમજ કૃષિ ઉત્પાદન ખરીદવા માટે દેશમાં પહેલીવાર ૬૭૦૦ કરોડની ઘોષણા કરવામાં આવેલ છે જે બજારને સમતોલ રાખવામાં અને ખેડૂતોને પોષણ ક્ષમ ભાવ આપવામાં મહત્વનું રહેશે. ૩ કરોડ નાના ખેડૂતોને લોન તેમજ નાના વેપારીઓ, શ્રમિકો અને નાના ખેડૂતો માટેની જોગવાઇ તેમજ રેંકડીવાળા  ફેરીયાઓ માટેનો પણ વિચાર કરીને સમગ્ર મજુરો અને નાના ધંધાર્થીનો વિચાર કર્યો છે તે આવકાર દાયક છે.

મનરેગામાં ૧૬૧ રૂપિયાનું વેતન મળતું હતું તેમાં વધારો કરીને રૂ. ૨૦૨ કરવામાં આવેલ છે જે ગ્રામ્ય મજુરોને આશીર્વાદ રૂપ થશે. શ્રમિકો અને શહેરી ગરીબોને પણ યાદ કરીને તેની જાહેરાત તેમજ એક દેશ એક રાશન કાર્ડ જે એક પ્રાંતમાંથી બીજા પ્રાતમાં કામ કરવા જતા મજુરો માટે આશીર્વાદ બનશે. સમગ્ર રીતે ગ્રામીણ અને ગરીબોને દેશના ઉત્થાનના ભાગીદાર બનવવાના આ પેકેજ આવકારીએ છીએ તેમ પટેલ, રૈયાણી અને સાગઠીયાએ જણાવ્યું હતું.

Loading...