Abtak Media Google News

ચોટીલારાજકોટ વચ્ચે એરપોર્ટનું ભૂમિપૂજન સહિતના કાર્યક્રમોમાં ઉપસ્તિ રહશે

દેશના વડાપ્રધાનના ચોટીલાના કાર્યક્રમને લઇને તમામ અધિકારીઓએ તડામાર તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઇ હતી. જેમાં ચોટીલા-રાજકોટ વચ્ચે નિર્માણધિન એરપોર્ટ, સીકસ લેન હાઇવે, સૂરસાગર બોટલીંગ પ્લાન્ટ સહિતના લોકાર્પણ અને ભુમીપુજન કાર્યક્રમો યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા ી ચોટીલા તા. ૭ના રોજ આવનાર છે. મોદીના ચોટીલાના કાર્યક્રમને લઇને તમામ અધિકારીઓ તડામાર તૈયારીના ભાગરૂપે બેઠક યોજી હતી. જેમાં સભા સ્ળ, હેલીપેડ, પાર્કિંગ, જનમેદની સહિતના આયોજન અને વ્યવસ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે ચોટીલા ખાતે સભા સ્ળે વડાપ્રધાન ચોટીલા-રાજકોટ વચ્ચે ૪૫૦૦ કરોડનાં ખર્ચે આકાર લેનાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેકટનું ભુમીપુજન અને કામગીરીનું ખાતમુર્હૂત કરશે.રાજકોટ-અમદાવાદ સીકસ લેન તેમજ મોરબી ફોર લેન હાઇવેનાં કામનું ખાતમુર્હૂત કરવામાં આવશે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા ડેરીના અંદાજે ૭૫ કરોડનાં ખર્ચે બનેલ આધુનિક બોટલીંગ પ્લાન્ટનું લોકાર્પણ ઝાલાવાડની જનતા માટે કરવામાં આવશે. આ બેઠકમાં રાજયના સીનીયર આઇએએસ અધિકારી એસ.જે.હૈદર, જિલ્લા ક્લેકટર ઉદિત ઉગ્રવાલ, મનિષકુમાર બંસલ, ડીએસપી દીપકકુમાર મેઘાણી, વાય.એમ.ચાવડા, આર.વાય.ધોળકીયા, ડી.સી.ચૌહાણ, મામલતદાર રાઠોડ, ટીડીઓ ચકલાસીયા તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્તિ રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.