અબતક, વૈવિધ્ય

73

જેમની સ્મૃતિમાં રણજી ટ્રોફી, મેચો રમાય છે…

વૈશ્વિક ક્રિકેટ તવારિખનું એક અજર-અમર નામ જામ રણજીતસિંહ

ભારે વ્યથિત હૃદયે મહાન ક્રિકેટર રણજિતસિંહે એકરાર કર્યો હતો કે, “સફળ ક્રિકેટર જેટલો જલદીથી વિસરાઇ જાય છે એટલું જલદીથી કોઇ વિસરાતું નથી. આજે આપણા રમત યોજકોએ ખુદ રણજિતસિંહને ભૂલી જઇને આ વાતને સાચી પાડી છે. એમની જન્મશતાબ્દીનું વર્ષ તો સપ્ટેમ્બર માસમાં પુરું ય થયું કિતુ આજ લગીએ અંગે કોઇ ક્રિકેટ બોર્ડે કશાં નકકર પગલાં લીધાં જ નથી! વધારે ખેદની વાત તો એ છે કે ગુજરાત, બલ્કે સૌરાષ્ટ્ર પણ પોતાના ‘રણજી’ની જન્મ શતાબ્દીના અવસરે કોઇ પણ રચનાત્મક પગલું હજી સુધી તો ભર્યું નથી.

રણજિતસિંહ વિશે એક વાતનો તો અત્યંત અફસોસ છે. આ ક્રિકેટર વિશે માહિતી એકત્રિત કરી એમના ક્રિકેટ જીવનનો સવાંગી પરિચય કરાવવાનો હજી સુધી કોઇ પ્રયત્ન કર્યો નથી. સમ ખાવા પુરતું એક માત્ર વસંત રાયજીનું ‘રણજી’ નામનું અંગ્રેજી પુસ્તક જોવા મળે છે. પરંતુ એમાં માત્ર માહિતી જ નજરે પડે છે. ક્રિકેટની રમતને કાવ્યમાં પલટાવનાર રણજીનું આ ચરિત્ર શુષ્ક લાગે છે. વળી રણજી વિશે એક ય પુસ્તક ગુજરાતીમાં તો છે જ નહી. આને પરિણામે ક્રિકેટ રસિયાઓના રણજી કોઇ અલૌકિક કથાનું પાત્ર લાગે છે. એમની પાસે એની સાચી માહિતીને બદલે માત્ર દંત કથાઓ જ વધુ છે. એ આંખો પાટા બંધીને કે અગિયાર સ્ટમ્પ રાખીને ખેલતા એવી કાલ્પનિક કથાને આધારે મોટા ભાગના ક્રિકેટ રસિયાઓના મનમાં રણજી વસે છે!

જામ રણજિતસિંહનો જન્મ ૧૮૭૨ના સપ્ટેમ્બરની દસમીના રોજ જામનગરની નજીક આવેલા સરોદર ગામે રાજવી કુટુંબમાં થયો હતો. રણજી એક નાની રિયાસતના રાજવી હતા (પાછળથી દત્તક લેવાતાં નવા નગરના રાજવી બન્યા) કિંતુ વિશ્ર્વ-ક્રિકેટમાં તે ‘સમ્રાટ’ના પદ પર પહોંચેલા હતા.

રાજકુમાર રણજિતસિંહે ક્રિકેટનું પ્રારંભિક શિક્ષણ ફકત આઠ વર્ષની ઉંમરે રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ ચેસ્ટર મૈકિનના માર્ગદર્શન હેઠળ મેળવ્યું હતું. પણ ક્રિકેટના ક્ષેત્રે ઊંડો રસતો ૧૮૯૩માં ઇગ્લેન્ડ ગયા પછી જ જાગ્યો. કેમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયમાં દાખલ થયા ત્યારે એમને ફૂટબોલ અને ટેનિસની રમત તરફ વધારે પ્રેમ હતો, પણ ૧૮૯૦માં, પણ મચકોડાઇ જતાં બીજી રમતોમાં ભાગ લેવાની તક ન સાંપડી ત્યારે મજબૂરીથી એમને ક્રિકેટની રમત રમવી પડી. ત્યારથી એમનો એ રમત પ્રત્યે પ્રેમ વિકસ્યો.

રણજીની કેટલીક સિદ્ધિઓ તો ખરેખર અદ્ભુત છે. એ સમયે ઇંગ્લેન્ડની વિકેટો ફટકાબાજો માટે અત્યંત છેતરામણી હતી અને ગોલંદાજોનું પ્રભુત્વ રહેતું. વળી દમના કારણે રણજી ઘણીવાર આખી રાત સૂઇ શકતા નહી અને બીજે દિવસે રમવા આવવું પડતું. એમ છતાં તેઓ ઘણી તેજસ્વી રમત રમતા. એક જ મેચમાં એક જ દિવસમાં બે સદી ફટકારવાનો રણજીનો વિક્રમ તો આજે ય અતૂટ છે.

૧૮૯૫માં લોડ્ઝના મેદાન પર સસેકસ તરફથી એમ.સી.સી. ટીમ સામેની પ્રથમ કક્ષાની પ્રથમ મેચમાં જ રણજીએ દોઢસો રન કરી સદી નોંધાવી. જયારે ૧૮૯૬ની ૨૨મી ઓગસ્ટ બ્રાઇટન ખાતે સસેકસ તરફથી ર્યા કશાયની મજબૂત ટીમ સામે પ્રથમ દાવમાં ૧૦૦ અને બીજા દવામાં અણનમ ૧૨૫ રન કર્યા. ઇંગ્લેન્ડની એક ક્રિકેટ-સીઝનમાં ૩,૦૦૦ રન થઇ શકે એવું બતાવી આપનાર સૌ પ્રથમ રણજી જ હતા.

૧૮૯૬માં ટોટની સરદારી હેઠળ ઓસ્ટ્રેલીયાની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે આવી ત્યારે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ વિશ્ર્વના કોઇ ક્રિકેટ-પ્રેમીઓ કદી ય ભૂલી શકશે નહી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ લઇને ૪૧૨ રન કર્યા. તેની સામે ઇંગ્લેન્ડના ૨૩૧ રન થયા. તેમાં રણજીતસિંહના બાસઠ રન મુખ્ય હતા. ૧૮૧ રનના દેવા સાથે ઇંગ્લેન્ડ પુન: મેદાને પડયું પણ બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે માત્ર બે તાલીસ રનમાં તેના ચાર ધરખમ બેટ્સમેન ડબલ્યુ જી ગ્રેસ, સ્ટોડાર્ટ, એબેલ અને જેકસનને ગુમાવ્યા. હવે તો બાકી રહેલામાં એકમાત્ર રણજીતસિંહ ઉપર જ બધો આધાર હતો. બીજા દિવસે રણજીએ એવી સુંદર રમત બતાવી કે ઇગ્લેન્ડના તમામ ક્રિકેટ વિવેચકો તેના ઉપર વારી ગયા. રણજીએ તેમની પ્રભાવશાળી જાદુઇ બેટિંગ દ્વારા ૧૮૦ મિનિટની રમતમાં એક પણ ચાન્સ આપ્યા સિવાય ત્રવીસ ચોગ્ગા ઝીંકીને ૧૫૪ રન ફટકાર્યા. રણજીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆતની આ પ્રથમ ટેસ્ટ મેચમાં જ સદી નોંધાવીની અનોખું માન મેળવ્યું હતું. હરીફ પક્ષે પણ તેમની રમત પ્રતિભાની મુકત કંઠે પ્રશંસા કરી. એક ખેલાડી કલેમ હિલ તો એમની રમત ફાટી આંખે જોઇ જ રહ્યો. તેણે કહ્યું: ‘આ કાંલ બેટધર નથી, કંઇક બીજું જ છે. એ જાદુગરથી કોઇ રીતે ઊતરતો નથી. રણજીની બેટિંગમાં આમ જોનારને માહી લે તેવું આકર્ષણ હતું.

૧૮૯૭માં રણજી દમના રોગથી લાંબો વખત પીડાતા રહ્યા હતા. તે શિયાળામાં આસ્ટ્રેલિયા જતી ઇંગ્લેન્ડની ટીમમાં રણજીને આમંત્રણ મળ્યું

રમતની શરૂઆત રણજીએ એડલેઇડના મેદાન પર દ. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૧૮૯ રન બનાવીને કરી. ઓસ્ટ્રેલિયાના બોઇર અર્ને સ્ટ જાન્સની તોફાની બોલિંગ સામે બીજા બેટધરો સહેજ પણ ટકી શકતા નહોતા એવે વખતે રણજીએ આ જંગી જુમલો બનાવ્યો. પણ મેચમાં તેમણે વિકટોરિયા વિરુધ્ધ ૧૩ અને ૬૪ તેમ જ ન્યુ સાઉથ વેલ્સ સામે ૧૦ અને ૧૧૨ ટન બનાવ્યા. દરમ્યાન તે ફરી માંદા પડ્યા. અને લગભગ એવું નકકી થઇ ગયું કે પહેલી ટેસ્ટ મેચમાં તે ભાગ નહી લે.

જોન્સ વિશે તેમણે કરેલી ટીકાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રેક્ષકો અને રમત વિવેચકો તેમના પ્રત્યે જરા નારાજ થયા હતો કેટલાક વિવેચકોએ એમ પણ કહ્યું કે રણજીને જોન્સની બોલિંગનો ડર લાગે છે. ાથી માંદગીનું બહાનું કાઢી તે પહેલી ટેસ્ટમાંથી ખસી ગયા છે.

રણજીને જયારે ખબર પડી કે તેમને ડરપોક કહેવામાં આવે છે, ત્યારે તેમનો પિતો ગયો. કોઇ પણ હિસાબે તેમણે ટેસ્ટમાં ભાગ લેવાનું નકકી કર્યું. અને ત્યાર પછી જે બન્યું તેપે રણજીને ક્રિકેટ-ઇતિહાસમાં અમર બનાવી દીધા.

તબિયત સારી ન હોવાને કારણે રણજીનો નંબર સાતમો રાખવામાં આવ્યો હતો. તે મેદાનમાં આવ્યા અને ગજબની ફટકાબાજી કરીને ૨૧૫ મિનિટમાં ૧૭૫ રન મેળવ્યા. એમાં પણ મોટા ભાગના રનતો જાન્સની બોલિગને ફટકારીને મેળવ્યા હતા. આ ૧૭૫ રનએ સમય સુધી ઇંગ્લેન્ડના કોઇ પણ બેટધરે ટેસ્ટ મેચના એક દાવામાં કરેલા રનથી વધારે હતા.

ત્યાર પછી તો ઓસ્ટ્રેલિયામાં રણજીના નામની બોલબાલા  થઇ પડી. ‘રણજિતસિંહ મેચ’ રમાવા લાગી. ‘રણજીસિંહ સેન્ડવિચ’ વેચાવા લાગી અને તે એટલે સુધી કે કાંસકા, દડા, અને ખુરશીઓને પણ ‘રણજિતસિંહ’નામ આપવા લાગું.

રણજી સાથે રમવામાં કોઇ પણ દેશના ખેલાડીઓ પોતાનું ગૌરવ ગણતા હતા. તે મેદાનમાં હોય ત્યારે કંટાળો નામની વસ્તુ સેંકડો માઇલ દૂર રહેતી.

૧૮૯૩થી ૧૯૨૦ સુધીની પોતાની ક્રિકેટ કારકિદીમાં રણજીએ ૫૦૦ દાવમાં ૬૨ વખત અણનમ રહીને ૨૪,૯૬૦ રન નોંધાવ્યા. દરેક દાવની એમની સરેરાશ ૫૬ રનની હતી. ૧૪ વાર તો તેમણે ૨૦૦થી ય વધુ રન કર્યા હતા. એટલું જ નહી, પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ૭૨ તો સદી ફટકારી હતી.

પોતાના સમયમાં રણજી દુનિયાના શ્રેષ્ઠ બેટધર તરીકે પ્રસિધ્ધ થયા હતા. કોઇ પણ પ્રકારની વિકેટ પણ ગમે તેવા અતરનાક બોલરથી સહેજે નહી ડરનાર ખેલાડી તરીકે સૌ એમને ઓળખે છે. પરંતુ ક્રિકેટના ઇતિહાસમાં તો તેમનું નામ અમર રહેશે. બેટિંગની કળામાં તેમણે આણેલી ક્રાંતિથી તેમની ફટકાબાજી મોહક અને જાદુઇ હતી. તેમની બોલિંગની કળા નિયમોના કોઇ માળખાને પાડતી ન હતી, તેમ જ એમના ઘણા સ્ટ્રોક ક્રિકેટના પુસ્તકમાં હયાતી ધરાવતા ન હતો.

રણજીની રમવાની રીત સાવ જુદી. તે છટાદાર ખેલાડી હતા, છતાં ચારે બાજુ બેટ વીંઝીને સ્ટ્રોક લગાવતા, તેમ જ સ્ટાઇલથી ખેલનારા ઇગ્લેન્ડના ખેલાડીઓની સાવ અલગ હતા. ગોલંદાજના હાથમાંથી દડો છૂટે ત્યાં સુધી તે શાંતિથી સ્થિર ઉભા રહેલા જ લાગે. આ પછી ઝડપી હલન ચલન કર્યા વિના બેટ દડા પર વીંઝાય અને બસ સ્ટ્રોક પૂરો! એમનું શરીરએ જ રીતે સ્થિર રહેલું દેખાય. ભેટ અગાઉની પેઠે એની જગ્યાએ જ રહેલું હોય! ઓછામાં ઓછા પ્રયત્નો સૌથી વધુ રન મેળવનાર રણજીની આ ટેકનિક સહુને વિસ્મયમાં નાંખી દેતી.

વળી આ ‘જંગી જુમલાના કલાકાર’ની બેટ પકડવાની રીત પણ સાવ અનોખી હતી. સામાન્ય રીતે બેટનો હાથો હથેળી વડે મજબૂત પકડવામાં આવે છે પણ રણજી મોટે ભાગે આંગળીઓ અને અંગૂઠાથી બેટ પકડતા, અને અંગૂઠાની નીચેના જાડા ભાગથી બેટ પર પડક રાખતા. જેમ વાર્યોલિન વાદક તાર પર આંગળી ફેરવે તે રીતે રણજીની આંગળીઓ બેટના હાથા પર ફરતી. ચપળ આંખ અને પગના મનોહર હલનચલનથી સહેજ બેટ અડાડે ને બોલ બાઉન્ડ્રી પર જ હોય. ક્રિકેટના તમામ સ્ટ્રોક અને તમામ પ્રકારની પીચ પર તેમનું સ્વાભાવિક પ્રભુત્વ હતું. તેમણે લેગ ગ્લાન્સ નામના મનોહર સ્ટ્રોકની શોધ કરી અને તેનો વિકાસ કરીને તેને કલામય બનાવ્યો. સર્વ પ્રકારની બોલિંગ સામે તેમણે આ સ્ટોકની સફળ અજમાયશ કરી હતી. ઝડપથી ઊંચે ઊછળીને આવતા કે વચ્ચેના સ્ટમ્પ પર આવતા બોલને તે ગોઠણના આધારે બેસી લેગ તરફ પૂલ કરી આ વિરલ સ્ટ્રોક વડે ઇન્સાફ આપતા.

એક મેચમાં રણજીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના કપ્તાનની મજેદાર મજાક કરી હતી. રણજી તેમની જૂની યુનિવર્સિટી સામે રમતા હતા. અને પોતાની વિશિષ્ટ ઢબે ‘લેંગ ગ્લાન્સ’ ફટકા મારી રન પર રન મેળવતા જતા હતા. ખાણાના સમયે કેમ્બ્રિજના કેપ્ટને રણજીને કહ્યું કે આ સ્ટોક યુવાન બોલરોને નિરુત્સા હતિ કરે છે. શુ તમને આ શોટ પસંદ નથીં ? રણજીએ હસીને પૂછયું: ‘તો પછી હું તેમના બોલને ‘કેવર સાઇડ’ પર મારીને રન મેળવીશ અને લંચ પછી રણજીએ બધા રન ‘કવર’ તરફ રમીને જ મેળવ્યા આ તેમની બહુમુખી પ્રતિભાનું ઉદાહરણ છે.

કુશળ બેટધર હોવા સાથે રણજી વિશ્ર્વ સનીય વિકેટકીપર અને મધ્યમ ઝડપી બોલર પણ હતા. એક મેચમાં પ્રથમ દાવમાં ૧૭૮ (અણનમ)અને બીજા દવામાં ૧૫૦ રન કર્યા પછી, તે જ મેચમાં ૬ ધરખમ વિકેટો પણ તેમણે ખેરવી હતી.

વિકેટકીંપિંગ સમયની એમની સ્કૂતિ હેરત પમાડે તેવી હતી. એક મેચમાં ‘ડીપ’માં ઊભેલા રણજીને એના કેપ્ટને જોરથી બૂમ પાડીને કહ્યું: ‘દડા પાછળ દોડો. રણજી કેમ છો?. પણ રણજી સેહજ પણ ચસ્યા વગર અને કેપ્ટનના આશ્ચર્ય વચ્ચે તેમણે પોતાના ખમીસના ખિસ્સામાંથી દડો કાઢી તેને સોંપી દીધો. કેપ્ટન જુએ એ પહેલાં જ તેઓ દડો પકડી ચૂકયા હતા!

ક્રિકેટના ઇતિહાસમાં અમરત્વની ઓવરબાઉન્ડ્રી લગાવનાર જામનગરના પ્રિન્સ રણજીએ ક્રિકેટ અંગે પુસ્તકો પણ લખ્યાં છે. ધ જયુબીલી બૂક ઓફ ક્રિકેટ, વીથ રીટસ્કટર્સ ટીમ ઇન ઓસ્ટેલિયા (૧૮૯૮) અને હાઉ ટુ પ્લે ક્રિકેટ (૧૯૦૬).

રણજી પાસે આવી અનેક સમર્થ તાકાત હતી. ક્રિકેટના તે નૈસગિક ખેલંદો હતો, કિંતુ પોતાની આગવી તાકાત પર બેસી રહેનારો માનવી ન હતો. એ પોતાના પુરુષાાર્થમાં સહેજે પાછા પડે તેમ ન હતા. આર્શ્ર્ચયની હકીકતએ છે કે રણજીસિંહ પોતાની સિધ્ધિમાં નૈસગિક આવડત કરતાં સહન કરવાની અણખૂટ શક્તિને કારણભૂત લેખાવતા.

૧૯૧૫નું વર્ષ ક્રિકેટનું એક કાળું વર્ષ ગણાશે. ક્રિકેટના પિતા ડબલ્યુ.જી.ગ્રેસનું અને આજ સુધીમાં કલાત્મકતાની દષ્ટિએ શ્રેષ્ઠ ક્રિકેટર વિકેટર ટ્રમ્પરનું તે વર્ષે અવસાન થયું. આ જ વર્ષે યાર્કશાયરના કોસકલીફ મૂર ખાતે પ્રથમ વિશ્ર્વયુધ્ધ પછી ફ્રાન્સમાંથી રજા ગાળવા આવેલા રણજિતસિંહે એક આંખ ગુમાછવી. એ ઘટના આમ બનેલી.

એક દિવસ રણજીએ પડોશમાં એક મહિલાને બંદૂર તાકતી જોઇ. રણજીની ચપળ આંખોએ પારખી લીધું કે આ ગોળી બાજુમાં ઊંભેલી પોતાન યજમાનની પુત્રી પર આવે તેમ છે. આથી પોતાના મોં પર હાથ રાખી તેઓતેની આગળ કુદયા. યજમાનની પુત્રી બચી ગઇ પણ રણજીના મોં પરની આંગળીઓ વચ્ચેથી પસાર થઇને ગાળી આંખને વાગી. રણજીની મહાનતાએ હતી કે અકસ્માત પછી પણ પોતાને ગોળી મારનાર વિશે એક હરફ પણ તેમણે ઉચ્ચાર્યો નહી.

રણજિતસિંહની પ્રતિભા અને મહાન સિધ્ધિ પાછળ એમની મહાન સાધના રહેલી છે. વિદ્યાર્થીકાળમાં એમણે લખેલ કવિતામાં એમની મહત્વાકાંક્ષા તેમ જ ચારિત્ર્યનાં દર્શન થયા છે. એ કવિતામાં એમણે ભગવાનને પ્રાર્થના કરતાં કહયું કે છે, ‘મારા ચંદ્રકો ન જોઇએ કે સસ્તી પ્રશંસા ન જોઇએ, હું કેવળ એક સારો ખેલાડી બનવા ચાહું છું. હું જીતી શકું તો હારતી વેળા લજજા ન અનુભવું તેમ કર. આજે પણ આ કવિતાનો સારા બ્રિટનના વિદ્યાલયોની દીવાલો પર જોવા મળે છે.

૧૯૨૦માં બાર વર્ષના ક્રિકેટ સંન્યાસ પછી રણજીએ ફરીથી ઇંગ્લેન્ડની કાઉન્ટી મેચોમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. એક આંખો રમવામાં રણજીને ઘણી તકલીફ પડતી, તેમ છતાં એમણે શરૂઆતમાં તો પોતાની જાદુ ઇ બેટિંગથી પ્રેક્ષકોને મોહિની લગાડી દીધેલી. કિતુ રણજીની આ મહિની વધુ સમય ન ટકી શકી. એક દિવસ મેચ રમતી વેળા એક ઝડપી દડો કોણીમાં વાગવાથી એમની કોણીનું હાડકું તૂટયું અને ડોકટરોની સલાહથી તેમને સદાને માટે ક્રિકેટને તિલાંજલિ આપવી પડી.

રણજીની સિદ્ધિઓ લખતાં પાનાંના પાનાં ભરાય, ક્રિકેટના શેકસપિયર તરીકે નામના પામેલા નેવિલ કાર્ડ્ સના શબ્દો જોઇએ. રણજીની રમત સંપૂર્ણપણે મૌલિક હતી. ક્રિકેટના ઇતિહાસમાં એવું કશું નથી જેની સાથે એમની રમતને સરખાવી શકાયે સામાન્ય ધોરણે માપી કે મૂલવી ન શકાય તેવાએ જીનિયસ હતા. નહિ, બધું મળશે પણ બીજો રણજી તો નહી જ મળે.

રણજીની રમતની વિસ્મયભરી દાસ્તાનો તો ઘણી સાંભળી હશે, પણ એક ઉમદામાન તરીકે એમની પહેચાન ઘાણા ઓછાને હશે.

રણજી જેવી રીતે ક્રિકેટના બેટથી ગ્લાન્સનો વિશિષ્ટ ફટકો લાગવાત એ જ રીતે સમારંભમાં પોતાની કુશળ વાકછટાથી સહુને ખડખડાટ હસાવી મૂકતા.

તેઓ આજીવન અપરિણીત જ રહ્યા હતા. ઘણી વાર તે મશ્કરીમાં કહેતા કે ‘ક્રિકેેટ જ મારી જીવનસંગિની છે’

કાગળ લખવાનો તેમને ભારે કંટાળો હતો. એટલે કાગળને બદલે તાર જ કરી દેતા. ઘણી વાર આ તાર વીસ પાનાં જેટલો લાંબો ય હોય! રણજીની સાથે એમના ભત્રીજા  દુલિપસિંહજી પણ ક્રિકેટમાં કામયાબી બતાવી રહ્યા હતા. કાકા-ભત્રીજા વચ્ચે વ્યવહાર ભારે પ્રેમાળ. રણજી દુલિપને તાર કરે તો એમાં ભરપૂર હાસ્ય જ હોય!

એક વાર દુલિપસિંહજી બત્તી વગર સાયકલ ચલાવતા હશે. પોલીસે એમને પકડયા. બીજે દિવસે કેમ્બ્રિજનાં છાપોઓમાં મોટા હેડિંગ સાથે આ સમાચાર પ્રસિધ્ધ થયા. તરત રણજીએ તાર કર્યો: ‘શુ આપણને પ્રસિદ્ધિ ઓછી મળે છે કે પ્રસિદ્ધિ માટે આવા નુસ્ખા ખોળવા પડે?

નેવિલ કાડ્સની જેમ બીજાઓએ પણ રણજીને ઘણી ઉંચી અંજલિ આપી હતી. ‘ડેલિમેલ’ના શખ્દોમાં કહીએ તો ‘રણજી ક્રિકેટના સૌથી શાનદાર યુગના સૌથી શાનદાર ખેલાડી હતા.’ અને કાટૂ ન પત્રિકા ‘પંચ’એ તો એમણે રણજિતસિંહ નહી પણ, ‘રન ગેટ-સિહ’ તરીકે બિરદાવ્યા હતા.

રણજીનું આંખ્ાનુ તેમજ પણ ખૂબ વખણાતું. એક વખત રહાડસને કહેલું ‘વેલ્ફ્રિેડ જયારે મહાન જેક હોબ્સની સાથે રહીને ફટકાબાજીની મહેફિલ માણતા હોય છે ત્યારે દડા ઉપરની ‘સીમ’ પણ જોઇ શકે છે તેમ કહેવાય છે, પણ રણજી તો ફાસ્ટ બોલરની બોલિંગ વખતે ઉપરના ટાંકા પણ જોઇ શકતા!’

આવી અદ્ભુત તાકાત છતાં રણજીની મહેનત પણ તેટલી જ સખત રહેતી. રણજી જેવા વિક્રમ સર્જકને વિઝડન વર્ષના પાંચ સર્વોતમ ખેલાડીઓમાં સ્થાન આપે તે પણ સ્વાભાવિક જ હતું. વિઝડને લખ્યું છે કે, ‘ક્રિકેટ ક્ષેત્રે જો જીનિયસ શબ્દ કોઇના માટે યોગ્ય રીતે વાપરવો હોય તો તે યુવાન હિંદી ખેલાડી રણજી માટે જ વાપરી શકાય.’

રમવાની કળા, કરામત, સુંદરતા, શૌય અને પ્રતિભાની દષ્ટિએ રણજીએ જે પરીપકવતા પ્રાપ્ત કરેલી તે આજે પણ જગતના ખેલાડીઓનો આદર્શ છે. આજે પણ એમની સ્મૃતિ જાળવી રાખવા માટે ભારતની ક્રિકેટની રાષ્ટ્રીય સ્પર્ધાનું નામ ‘રણજી ટ્રોફી’ સ્પર્ધા રાખવામાં આવ્યું છે.

સરળ, નિખાલસ અને નિરભિમાની રણજિતસિંહ ૧૯૦૨માં ગાદીએ બેઠા અને પ્રગતિશીલ રાજા તરીકે સારી પેઠે લોકપ્રિય બન્યા. પહેલા વિશ્ર્વયુદ્ધમાં તે ફ્રાન્સના મોરચા પર લડ્યા હતા. યુદ્ધ પછી ‘લિગ ઓફ નેશન્સ’માં તે ભારતના પ્રતિનિધિ તરીકે ગયેલા.

તે દિવસોમાં પોલેન્ડના વિશ્ર્વવિખ્યાત પિયોના વાદક પેડેવ્સ્કી (જે પાછળથી પોલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા) લિગ ઓફ નેશન્સમાં પોતાના દેશું પ્રતિનિધિત્વ કરતા હતા. કહેવાય છે કે એક દિવસ તેમની અને રણજીની મુલાકાત થઇ ત્યારે બન્નેએ એક બીજાને પુછયું: તમે એક બીજા બાબત માટે આથી ય વધારે પ્રસિદ્ધ છો, નહી?

પહેલી ગોળમેજી પરિષદમાં ભારતીય નરેશોના પ્રતિનિધિ તરીકે તમણે ભાગ લીધેલો ૨ એપ્રિલ ૧૯૩૩ના દિવસે ૬૦ વર્ષની વયે એમનું અવસાન થયું. ફરી ક્રિકેટ લેખક નેવિલ કાર્ડ સના જ શબ્દો ટાંકું તો બીજો એક રણજી પેદા કરવો એ તો હવે પ્રકૃતિ ફ ક્ષમતા બહારની વાત છે

જયાં સુધી ક્રિકટ નામની રમત રમાતી રહેશ ત્યાં સુધી રણજી અમર રહેશે અને જયાંજ બનોર્ડ શો જેવા શબ્દ ખેલાડી ભલે ગમે તેટલા વ્યંગ કરે, ‘ફલેનલથી સજજ મૂર્ખાઓના રમતા જોવા માટે ‘અગિયાર હજારે મુર્ખાઓ પણ હાજર રહેવાના જ.

Loading...