Abtak Media Google News

ઓડિશાના સિમલિપાલ ટાઇગર રિઝર્વમાં છેલ્લા 10 દિવસથી આગ ભભૂકી રહી છે. આ આગ લગભગ પાર્કના ત્રીજા ભાગની ફેલાઈ ગઈ છે. સિમલીપાલ નેશનલ પાર્કમાં લાગેલી આ આગ બેકાબુ થઈને આગળ વધી રહી છે. હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે આટલા દિવસોથી સળગતા આ નેશનલ પાર્કને ધ્યાનમાં કેમ લેવામાં આવી નથી?

અત્યાર સુધીમાં કુલ 21 રેન્જમાંથી 8 રેન્જ આગની ચપેડમાં આવી ગઈ છે. આગ લાગવાના ઘણા દિવસો બાદ સરકાર હરકતમાં આવી છે અને આગ પર કાબુ મેળવી રહી છે.

કેન્દ્રીય વનમંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે 2 માર્ચે અધિકારીઓને આગ બુઝાવવા માટે તમામ પ્રયત્નો કરવા અને આગને વહેલી તકે કાબૂમાં લેવી જોઇએ તેવો નિર્દેશ આપ્યો હતો. પરંતુ આગના 9 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી દ્વારા આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી, ત્યાં સુધીમાં આગ જંગલમાં ખૂબ તેજીથી ફેલાઈ ગઈ હતી. અત્યાર સુધી આગને કાબૂમાં લેવામાં આવી નથી, કારણ કે પાછલા દિવસોમાં આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે વન અધિકારીઓએ હવે સંઘર્ષ કરવો પડ્યો છે.

સિમલીપાલ નેશનલ પાર્ક ઓડિશામાં મયૂરભંજ વિસ્તામાં આવે છે. આ આગ ભભૂક્યા બાદ ઘણા લોકોએ પ્રશાસનને ફરિયાદ તો કરી પરંતુ તત્કાલ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી. પરંતુ હવે મયૂરભંજના શાહી પરિવારની રાજકુમારી અક્ષિતા ભંજદેવએ આ ઘટનાને લઈને ટ્વીટ કર્યું તો પ્રશાસન અને સરકાર હરકતમાં આવી હતી. અક્ષિતાએ નેશનલ મીડિયા પર પણ પોતાના ગુસ્સો ઉતાર્યો અને એશિયાના બીજી સૌથી મોટા બાયોસ્ફેયર રિઝર્વમાં આગ લાગી છે અને ઘણી નેશનલ મીડિયા આ ઘટના કરવ કરી રહી છે.

આ આગની ઘટનાને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ નેશનલ પાર્કમાં અવૈધ ગતિવિધિઓની તરફ પણ ઈશારો કરવામાં આવી રહ્યો છે. ખુદ રાજકુમારી અક્ષિતાએ કહ્યું કે, હાલમાં જ મોટા પ્રમાણમાં હાથીના દાંત મળી આવ્યા હતાં.આજ કારણ હોઈ શકે છે કે,આ ઘટનાને અંજામ જંગલ માફિયાઓએ કર્યું હોઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.