એશિઝમાં ઓસી. માટે આજે એસિડ ટેસ્ટ

ઈગ્લેન્ડનો આધારભૂત ખેલાડી જો રૂટ દાવમાં ૬ વિકેટ હાથમાં છે: આજે મેચનો અંતિમ દિવસ

એશિઝમાં ઓસી માટે આજે એસિડ ટેસ્ટ છે. કેમકે બીજા ટેસ્ટનો આજે અંતિમ દિવસ છે. અને ઈગ્લેન્ડનો બેટધર જો રૂટ ફોર્મમાંછે. ૬ વિકેટ હાથમાં છે. ઈગ્લેન્ડ જીતી જાય તેવી સ્થિતિ છે. આમ બીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલીયન ટીમનો આજે એસિડ ટેસ્ટ છે.

જો રૂટ અત્યારે ૬૭ રને દાવમાં છે. સામા છેડે ક્રિસ મીકી ૫ રને સાથ નિભાવી રહ્યો છે. ડે નાઈટ ટેસ્ટ મેચની આજે અંતિમ દિવસની રમત રૂટ અને ક્રિશ આગળ વધારશે. ૬ વિકેટ હાથમાં છે. આજનો દિવસ નિર્ણાયક છે.

પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ જંગી જુમલો ખડકર્યો હતો. ઈગ્લેન્ડને આશા છે કે એડીલેડના ઓવલ મેદાન પર આજે તેઓ ઐતિહાસીક જીત દર્જ કરાવશે. બીજી તરફ ઓસ્ટ્રેલીયાની સ્ટ્રેટેજી એવી છેકે જો રૂટને જલ્દી આઉટ કરીને પેવેલીયનમાં મોકલી દેવો.

ઈગ્લેન્ડે જીતવા માટે ૧૭૮ રન કરવાનાં છે. આજે મેચનો અંતિમ દિવસ છે. ઈગ્લેન્ડના બે આધારભૂત ખેલાડી એલાસ્ટર કૂક અને સ્કોર મિટ્રિકની વિકેટ પડી ગઈ છે. હવે બધો દારોમદાર જો રૂટ પર છે.

ઓસ્ટ્રોલીયાને તેના સૌથી વિક્ટ લેનારા ફાસ્ટ બોલર એન્ડરસનથી આશા છે. જયારે ઈગ્લેન્ડનો આધાર જો રૂટ છે. રૂટની બદૌલત જ લીડ ઉતરી અને હવે ઈગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં છે. ત્યારે ઓસીનો એસીડ ટેસ્ટ છે.

 

Loading...