Abtak Media Google News

અમેરિકન વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં મેદસ્વીતા અને પ્રોસ્ટેટ કેન્સર વચ્ચે સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું

૨૧મી સદીના વિશ્વમાં માનવ સમાજ માટે પોતાનું વજન અનેક રીતે આરોગ્ય માટે જોખમી બની જાય છે અગાઉ એવી કહેવત હતી કે “ભેંસના શિંગડા થોડા ભેંસને ભારે પડે “પણ વજનદાર શીંગડા ભેંસને ભારે પડતા હોય કે ન હોય પણ માનવ તંદુરસ્તીમાં હવે વધારે પડતું વજન અનેક રીતે જોખમી બની જતું હોવાનું આધુનિક વિજ્ઞાનમાં સિદ્ધ થયું છે. અમેરિકન વિજ્ઞાની કો એ તાજેતરમાં અનેક વિધ અભ્યાસોમાં એવું તારણ શોધી કાઢ્યું છે કે જુવાની આઘેળ અવસ્થા અને જીવનના કેટલાક નિશ્ચિતબક્કાઓમાં પ્રમાણથી વધુ વજન આગોતરા પ્રોસ્ટેટ કેન્સર માટે કારણભૂતબને છે

વૈજ્ઞાનિકો દ્વારા પંદરેક જેટલા મહા સોધ અભિયાન માંથી પ્રાપ્ત કરવામાં આવેલા આંકડાઓ માંથી એ સિદ્ધ થયું છે કે મેદસ્વીતા સાથે પ્રોસ્ટેટ કેન્સર જેવી મહામારીનો સીધે સીધો સંબંધ છે. વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાંએવું સાબિત થયું છે કે મેદસ્વિતા એટલે કે શરીરની ચરબી, ઊંચાઈ ,કાઠી અને પ્રોસ્ટેટ કેન્સરનાજોખમ નેએકબીજા સાથે સીધે સીધો સંબંધ છે ,૮૩૦૭૭૨ પુરુષોનેભ્યાસમાં સામેલ કરીને ચકાસવામાં આવતા૫૧૭૩૪ વ્યક્તિઓમાં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો જોવા મળ્યા હતા

અભ્યાસમાં વૈજ્ઞાનિકોને એવું તારણ મળ્યું હતું કે જે વ્યક્તિ  યુવાની થી લઇ આઘેડઅવસ્થા અને પાછલા જીવનમાં શરીરનું વજન અને તેનું પ્રમાણ સારી રીતે આરોગ્યના હિતમાં જાળવતા હોય તેમાં આગોતરા પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારીનું જોખમ ખૂબ જ ઓછું રહે છે અથવા તો સપ્રમાણ શરીર માં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઊભું થતું નથી કેમ આ અભ્યાસ સાથે જોડાયેલા પ્રાધ્યાપક અને સાયન્સ જનરલ ના લેખક અમેરિકન કોલંબિયા યુનિવર્સિટીના જીની આ કિંજલ એ જણાવ્યું હતું અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ એવું શોધી કાઢ્યું હતું કે અમેરિકામાં કેન્સરના રોગમાં સૌથી વધુ પ્રમાણ પુરુષ વર્ગના દર્દીઓમાં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે અભ્યાસ પૂર્વે પાંચ વર્ષના સંશોધન દરમિયાન પુરુષોમાં એડવાન્સ પ્રોસ્ટેટ  કેન્સરના દર્દીઓમાં બીજા નંબરનું સૌથી વધુ દર્દ પુરવાર થયું છે દર કેન્સરના ત્રણ વ્યક્તિઓ માં એક ને પ્રોસ્ટેટ કેન્સર થાય છે આ પૂર્વે થયેલા સંશોધનમાં જૂજ પ્રમાણમાં કરવામાં આવેલા અભ્યાસમાં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરના પરિબળો નો અભ્યાસ અને સંશોધન કરવામાં આવ્યું હતું અલબત્ત તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં તો માનવ જાત માં થતા એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરના વિષય સાથે અભ્યાસ કરવામાં આવતા આજે અવસ્થાથી લઈ જીવનના કેટલાક નિશ્ચિત તબક્કામાં વધુ પડતું વજન શરીરની ઉંચાઈ ને પ્રોસ્ટેટ કેન્સર સાથે સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું છે .

અભ્યાસમાં એડવાન્સ કેન્સર ના પરિબળો સાથે સંબંધો ધરાવનાર સંજોગો અને પરિબળો માં જવાની મા વધુ પડતું વજન પુખ્ત અવસ્થામાં ભજનની પરિસ્થિતિમાં બદલાવ કેટલાક વિવિધ પરિમાણો અને સંજોગો ને એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર ના જોખમ સાથે સીધો સંબંધ હોવાનું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે ની સંભાવના અને વ્યક્તિના જીવનધોરણ અને શારીરિકપરિબળો સાથે સીધો સંબંધ હોવાનું બહાર આવ્યું છે પણ તરુણાવસ્થા થી પુખ્તતા તરફ આગળ વધતી ઉમર અને મોટીથતી વ્યક્તિના શરીરની વધારાની ચરબી અને વજન પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા માટેની જવાબદાર પરિસ્થિતિમાં મુખ્ય માનવામાં આવે છે

4. Thursday 2

વ્યક્તિના શરીરના આદર્શ ઘનતા પ્રમાણ બોડી માસ ઇન્ડેક્ષ સાથે પ્રોસ્ટેટ કેન્સરના પરિબળોને સીધે સીધો સંબંધ છે જવાની અને આધેડ અવસ્થાથી લઈ મોટી ઉંમર દરમિયાન વધારાની બિનજરૂરી ચરબી અને શરીરની મેદસ્વીતા પ્રોસ્ટેટ કેન્સરની શક્યતાઓ વધારી દે છે અવસ્થામાં ૫૦થી લઈને ૬૪ વર્ષ દરમિયાન શરીરમાં વધારાની ચરબી ન વધી જાય અને જાડાપણું ન આવે તે પરિબળ ધ્યાન રાખનાર માં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘણું નીચું રહે છે પરંતુ જો આ સમયગાળા દરમિયાન શરીરના જાડાપણા પ્રત્યે ધ્યાન ન રાખવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધી જાય છે આજે અવસ્થામાં શરીરની ચરબી અને મેદસ્વિતા લો સીધો સંબંધ પ્રોસ્ટેટ કેન્સર સાથે રહેલો હોવાનું બહાર આવ્યું છે

આ પરિસ્થિતિ અને વધુ પડતું વજન પ્રોસ્ટેટ કેન્સર ની સાથે સાથે મૃત્યુના પ્રમાણ સાથે પણ જોડાયેલું છે એટલે બીજા શબ્દોમાં કહીએ તો જવાની વીતી ગયા બાદ આધેડ અવસ્થામાં શરીર માં વધારાની ચરબી ભેગી ન થઈ જાય અને શરીર જાડાપણું શિકાર ન બને તે માટે દૈનિક જીવન ચર્યા અને ખાવાપીવામાં ધ્યાન રાખવાથી પ્રોસ્ટેટ કેન્સર જેવી મુશ્કેલીઓ થી બચીશકાય છે

સામાન્ય રીતે ખાવા-પીવાની બાબતમાં મોટું મન રાખવા ને પ્રેરણા આપતી કહેવતમાં વારંવાર એવું કહેતા સંભળાય છે કે ભાઈ ખાવો પીવો આપણે આપણું વજન ક્યાં ઉપાડવાનો છે આપણો ભાર આપણા ખંભા ઉપર નહીં બીજાના ખંભા પ્રર આવવાનો છે ખાધું પીધું ખંભે આવશે પણ આપણા ખંભા ઉપર નહીં બીજાના ખભા ઉપર આ કહેવતમાં પણ માર્મિક રીતે વધુ પડતું વજન મૃત્યુ સુધીનું જોખમ ઊભું કરનારું બની શકે

ખાધા પીધા ખંભા ઉપર આવવાની કહેવતમાં પણ વધારે પડતું ખાવા-પીવાથી વધુ પડતું ખાવું કરનારનો નો  દેહ ડાઘૂઓના ખંભા પર વેલા સર પ્રસ્થાન કરે તેવી શક્યતા દેખાડવામાં આવી છે આ કહેવતમાં પણ જીવવા માટે ખાવા ની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યું છે ખાવા માટે જીવવાથી વધુ પડતી મેદસ્વિતા આવી જાય તો અકાળે મોત આવી શકે છે તેઓ સાર મળવા પામે છે ઘરના અભ્યાસોએ અન્ય અભ્યાસમાં પણ નિવેદિતા અને આદર્શ વજન ના પ્રમાણ સાથે કરવામાં આવેલા અગાઉના અભ્યાસ માં પણ મેદસ્વિતાના અભ્યાસનું સંશોધન કર્યું હતું. અભ્યાસમાં એ વાત પણ સાબિત થઈ છે કે એડવાન્સ કેન્સર અને ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ અને તેનું જોખમ ઘટાડવા માટે આદર્શ આહાર શૈલી અને ખાસ કરીને જીવનમાં વ્યાયામ અને કસરતનું મહત્વ સમજનાર અને ખાવામાં સંયમ અને નિયમિત વ્યાયામ કરનાર વ્યક્તિમાં વધારાની ચરબી એકત્રિત થવાનું જોખમ ઘટી જાય છે અને આ જોખમ ઘટાડવાની સાથે સાથે યુવા અવસ્થા બાદ ખાસ કરીને અધ્યયન અને પુખ્ત અવસ્થામાં શરીરના વજન વધારવાની સાથે સંકળાયેલા એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર જેવી મહામારીની શકયતા ની સ્થિતિપણ વધી જાય છે ખાધું પીધું ખંભે આવશે ની કહેવતમાં રહેલો મર્મ હવે વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી દીધું છે જવાની અને આદર અવસ્થામાં શરીરમાં બિનજરૂરી ચરબી અને વજન નો ભરાવો કરવાથી એડવાન્સ કેન્સર જેવી પ્રોસ્ટેટ કેન્સર નું જોખમ વધી જાય છે નિમિત જીવનશૈલી શરીરનું આદર્શ વજન અને કદ કાઠી માપમાં રહેવાથી જીવન તંદુરસ્ત રહે છે જો ખાવા-પીવામાં ધ્યાન ન અપાય અને વધારાનું વજન વધી જાય મેદસ્વીપણું આવી જાય જવાની અને આધેડ અવસ્થામાં શરીરનું ધ્યાન રાખવામાં બેદરકારી સેવા અને જાડાપણું થઈને વધારાની ચરબી નાથર શરીરમાં ચડી જાય તો દર ત્રણમાંથી એક કેન્સરના દર્દીઓમાં સૌથી અગ્રતા ક્રમે રહેલા એડવાન્સ કેન્સરનું જોખમ સેક્સ વધી જાય છે એટલે આદર્શ તંદુરસ્ત જીવન માટે ચરબી શરીરમાં ન વધે તેની તાકીદ રાખવાથી જીવન પર એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ નિવારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.