Abtak Media Google News

સામાજિક ક્રાંતિના ભીષ્મ પિતામહ જયોતીબા ફુલેના જન્મદિને આયોજન

આર.ટી.ઈ.ને મળેલા પ્રચંડ જન સમર્થન બાદ ગુજરાત એજયુકેશન કમિટી દ્વારા ફેડરેશનની થશે સ્થાપના: ગુજરાતના તમામ ઓબીસી, લઘુમતી સમાજના લોકોને જોડાવા આહ્વાન: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

સામાજીક ક્રાંતિના ભિષ્મ પિતામહ જયોતિબા ફુલેના ૧૯૨માં જન્મદિને ગુજરાતમાં સૌપ્રથમ વખત ઓબીસી એમ્પલોઈ ફેડરેશનની રચના થશે, જે ઓબીસી નોકરીયાત, વેપારી, ધંધાર્થી, ખેડૂત, સાગરખેડુ, માલધારી, કલાકાર, કારીગર, શ્રમિક, રોજમદાર, મજૂરના બંધારણીય હકક માટે કાર્ય કરશે. ગુજરાતના તમામ ઓબીસી, એસ.સી., એસ.ટી અને લઘુમતી સમાજના લોકોને આ પ્રસંગે જોડાવા કાલે સવારે ૯ વાગ્યે, જયોતિબા ફુલેની પ્રતિમા, જયુબેલી ગાર્ડન, મણીયાર હોલ પાસે, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

શિક્ષા મહત્વ એટલે શું ? તેના માટે જયોતિબા ફુલે અને સાવિત્રીઆઈ ફુલેની નજરે… અમારા લગ્ન થયા ત્યારે હું નવ વર્ષની અને મારા પતિ તેર વર્ષના હતા, ૧૮૪૦માં મારા પતિ અમારી જાતિમાં સૌથી વધુ ભણેલા અને સુધરેલા કહેવાતા. હું પરણીને આવી ત્યારે મારા પતિએ મને પૂછયું, “વાંચતા આવડે છે ? એક હાથના ઘૂંઘટની નીચેથી મેં માથું ધુણાવીને ના પાડી. તેર વર્ષનો એક છોકરો મારી વાત સાંભળીને દુ:ખી થઈ ગયો. એણે મારો હાથ પકડયો અને કહ્યું, “આપણે આખી જિંદગી સાથે ગાળવાની છે, ગાડાના બે પૈડા સરખા ન હોય તો કેમ ચાલે ? સમજે છે ને ? મેં ઘૂંઘટની નીચેથી માથું ધુણાવીને હા પાડી. એણે પૂછયું, “હું તને ભણાવીશ, તું ભણીશ ? મારું રોમ રોમ આનંદિત થઈ ગયું.

ગુજરાત એજયુકેશન કમીટી દ્વારા આર.ટી.ઈ. બાબતે થયેલા પ્રચાર-પ્રસારને પ્રચંડ જનસમર્થન મળ્યું, આ ભવ્ય સફળતા બાદ ઓબીસી એમ્પલોઈ ફેડરેશનની રચના કરવામાં આવશે. આ વર્ષે આરટીઈનો પ્રચાર-પ્રસાર કરવો, ફોર્મ ભરવાનો લક્ષ્યાંક-ગુજરાતમાં ૧૫૦૦૦૦ અને રાજકોટમાં ૧૨૦૦૦નો છે.

ગુજરાતમાં ઓબીસી એમ્પલોઈ ફેડરેશનની જરુરીયાત શા માટે ? કેન્દ્રના ઠરાવ મુજબ ગુજરાત સરકારના દરેક સરકારી વિભાગમાં ઓબીસી એમ્પલોઈ યુનિયન ફરજીયાત બનાવવામાં આવે, રચના માટે બજેટ અને નીતિ-નિયમો જાહેર કરે. ઓબીસી નોકરીયાત, વેપારી, ધંધાર્થી, ખેડૂત, સાગરખેડુ, માલધારી, કલા/કારીગર, શ્રમીકના બંધારણીય હકક શું છે. દેશના બંધારણનું આમુખ, આર્ટીકલ્સ-૩૪૦. ઓબીસીમાં આવેલી ૧૪૬ જ્ઞાતીઓની ઓળખ સરકાર અને વિવિધ વિભાગોમાં ઓબીસી તરીકે આપવામાં આવે વગેરે રજૂઆત માટે ફેડરેશનની રચના કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ વિપુલભાઈ જાદવ, કાર્યકારી અધ્યક્ષ મોહનભાઈ સોનેગ્રા, પ્રદેશ પ્રમુખ મનીષકુમાર આડેદરા, ઉપપ્રમુખ મેરામણભાઈ ગંભીર, સંગઠન મંત્રી પ્રવિણભાઈ વેગડ, તનસુખભાઈ ગોહેલ, એમ.ડી.સાપરીયા, સી.ડી.ચાવડા, નરેશભાઈ પરમાર, અનિત્યભાઈ બૌધ, મનીષભાઈ સાગઠીયા, મહાનામાભાઈ બૌધ, એચ.ડી.પરમાર, વાલજીભાઈ પરમાર, દેવેનભાઈ બેડવા, અનાત્મભાઈ સમ્બોધ્ધી, ભાણજીભાઈ સિંધવ, અમરશીભાઈ ચાંડપા, કરશનભાઈ પરમાર, અરવિંદભાઈ સરવૈયા, દિનેશભાઈ પ્રજાપતિ, સત્યપાલ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.