Abtak Media Google News

દિવાળી એટલે રોશની, રંગ અને આતશબાજીનો તહેવાર…. નાના મોટા સૌ કોઇનો દિવાળીના તહેવારનો ઉત્સાહ જોવા મળે છે. દિવાળીમાં વિવિધ પરંપરાગત વિધિ વિધાનો દ્વારા પુજા કરવામાં આવે છે. તદ્ ઉપરાંત નાના મોટા સૌના પ્રિય એવ ફટાકડા પણ મોટા પ્રમાણમાં ફોડવામાં આવે છે. દિવાળીનાં સમયમાં ધૂમ ધડાકા કરવા એ સામાન્ય વાત છે. કારણ કે ઉજવણીનો કંઇક અલગ જ અંદાજ હોય છે. પરંતુ તમે આ બેદરકારીથી બચીને દિવાળીનો તહેવાર ઉજવો તે પણ એટલું જ જરુરી છે દિવાળી ઉપર દિવાથી રોશની કરવામાં ઓ છે.

સાથે સાથે ફટાકડા અને આતિશબાજી કરવામાં યુવાનો અને મોટા દરેકને મજા જ આવે છે. પરંતુ આ મજામાં ક્યારેક આપણી જ બેદરકારી ખતરો ઉભો કરી દે છે. ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે જેમ કે જ્યાંથી ફટાકડાથી ખરીદી કરોએ દુકાન લાઇસન્સ ધરાવતી હોવી જોઇએ. તેમજ ચાઇનીઝ ફટાકડાનો ઉ૫યોગ ન કરવો હિતાવહ સાબિત થાય છે.

આ ઉપરાંત બાળકોને ફટાકડા માટલાં કે કાચની બોટલમાં ફોડતા રોકો જે તેના માટે ખૂબ ભયજનક છે. જ્યારે નાના બાળકો ફટાકડાં ફોડતા હોય ત્યારે તેને રેશમની જગ્યાએ કોટનના કપડા પહેરાવવા તેમજ ચપ્પલની જગ્યાએ બુટ પહેરાવવા.અને જ્યાં ફટાકડા હોય ત્યાં આજુબાજુમાં બરફ તથા બર્નક્રીમ જરુર રાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.