નુતનવર્ષે વડીલો આશીર્વાદના સ્વરૂપમાં આ વસ્તુ જ શુકામ આપે છે…???

234

દિવાળીના દીપોત્સવની શુભ શરૂઆત થયી ચૂકી છે અને નાના મોટા સૌ કોઈ આ પર્વને ઉજવવાની શરૂઆત કરી ચૂક્યા છે. દિવાળીના પ્રજ્વલિત થેવારમાં વડીલોના શુભ આશિષ પણ એટલા જ મહત્વના છે અને સાથે સાથે માતા લક્ષ્મીનું પૂજાનું પણ ખૂબ મહત્વ રહેલું છે. શું તમને યાદ છે જ્યારે તમે નાના હતા ત્યારે નવા વર્ષે દાદા દાદીને પગે લગતા ત્યારે તમને આશીર્વાદ તરીકે પાંચ કે દસ રૂપિયા આપતા હતા. ત્યારે તો માત્ર એવું જ વિચારતા હતા કે આ તો દાદા એ આપણને વાપરવા માટે આપ્યા છે. અને એજ રીતે ઘરે આવતા દરેક આગંતુકને પણ વડીલો પાંચ કે દાસની નોટ આપી આશીર્વાદ આપતા હોય તેવું જોયું હશે. અને એવું પણ વિચારતા હશો કે શુકન દાદા બધાને આ રીતે રૂપિયા આપે છે??? તો આવો અહી જાણીએ કે એવું ક્યાં કારણોથી થાય છે??

દિવાળી અને નવું વાર્ષ એટલે પરિવાર સાથે માતા લક્ષ્મીની પૂજા અને અર્ચનન કરવાનો પર્વ, એવું કરવાથી આવનારું આખું વર્ષ પરિવાર અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ બરકરાર રહે તેવી પ્રાર્થના દેવી લક્ષ્મીને કરવામાં આવે છે. ત્યારે જ દિવાળી અને નવર્ષની શરૂઆત વડીલોના આશીર્વાદ સાથે પણ કરવામાં આવે છે ત્યારે દરેક વડીલ આશીર્વાદના સ્વરૂપમાં દસ કે સોની નોટ આપતા હોય છે

આપની સંસ્કૃતિમાં રૂપિયાની પણ પુજા થાય છે જેને માતા લક્ષ્મીનુ જ એક સ્વરૂપ માનવમાં આવે છે ત્યારે આશીર્વાદના સ્વરૂપમા આપવામાં આવતા રૂપિયાનું મહતા એ જ છે કે લક્ષ્મીજી દરેક જગ્યાએ ફરતા રહે તેમજ બધા સગાવહાલના ઘરમાં પણ સમૃધ્ધિ બનેલી રહે. આ રીતે લક્ષ્મીજી હરતા ફરતા આરએચે છે સૌ કોઈના આશીર્વાદ ફળે તેવી અબટક પરિવાર તરફથી નવા વર્ષની શુભકામનાઓ….

Loading...