Abtak Media Google News

નિકોબારી કબૂતરો લુપ્ત થવાની આરે……ને કબુતર પ્રેમીઓના જણાવ્યા મુજબ કબૂતર પાળવાનો હજુ પણ શોખ પરંતુ મકાનો નાના થતાં ગયા છે

જસદણમાં વર્ષો પહેલા એકશેરી મુકીને બીજીશેરી પકડો ત્યાં સફેદ કબુતર પાળનારા શોખીનોની ખાસ્સી લાંબી લાઈનો હતી પણ હાલમાં કબુતરોના શોખીનોની સંખ્યા એટલી બઘી ઘટી ગઈ છે કે શહેરમાં માત્ર જુજ શોખીનો બચ્યા છે અને તેમની પાસે થોડી માત્રામાં કબુતરોની સંખ્યા અને જાત બચી છે.શહેરના કબુતર શોખીનોના ભુતકાળમાં એક ડોકીયુ કરીએ તો તેમની પાસે જુદા જુદા પ્રકારના રંગબેરંગી કબુતરો બહોળી સંખ્યામાં હતા.

7537D2F3 23

કબુતરોની અલગ અલગ નસલ મેળવવા માટે રાજકોટ ફીફાદ,સાવરકુંડલા જેવા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં જતા હતા.હાલતો પહેલા જે અલગ જાતિના કબુતર શોખીનો જસદણમાં પાળતાં તે પૈકી કેટલીક જાતો પણ લુપ્તત થઈ ગઈ છે. જોકે તાજેતરમાં નિરોબારી કબુતરો લુપ્ત થવાની અણી ઉપર હોવાથી સરકારી તંત્ર જાગ્યુ છે આ કબુતર શોખીનો માટે સારા સમાચાર છે. હાલ વન્યસુષ્ટિમાંથી સામાન્ય કબુતરો કરતાં સહેજ મોટા સપ્તરંગે વણી એવા નિકોબારી કબુતરો જુજ સંખ્યામાં હોવાના અંદાજથી પર્યાવરણ મંત્રાલય બેઠું થયું છે.

ગંભીર બાબત એ છે કે કબુતરોની ઘણી જાતિઓ લુપ્તતાના આરે હોવા છતાં આ બાબતે તંત્રની કામગીરી ઢીલી હોવાનું કબુતર શોખીનો માની રહ્યા છે.જસદણના કેટલાક કબુતર શોખીનો માની રહ્યા છે. જસદણના કેટલાક કબુતર શોખીનોએ જણાવ્યું  કે અમને કબુતર પાળવાનો હજુ પણ શોખ છે. પરતું મકાનો નાના થતાં ગયા છે.ખાસ કરીને વેપાર-સંસારની ઘટમાળમાં સમય ઓછો પડે છે તેથી શોખ પર સજજડ બ્રેક મારવી પડે છેત્યારે જસદણના મોટાભાગના વિસ્તારોમાં ભુતકાળમાં થતુ કબુતરોનું ઘુઘુઘુ……હાલ ફરક કબુતર પ્રમીઓના જીવનમાં યાદ બની રહી ગઈ છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.