Abtak Media Google News

સિરામિક એસો. હોલ ખાતે પરમાણુ સહેલીનો સેમિનાર યોજાયો

પરમાણુ સહેલીનું બિરૂદ પામેલ ડો. નીલમ ગોયલ પરમાણુ ઉર્જા અંગે જાગૃતતા ફેલાવી રહ્યા છે અને તાજેતરમાં મોરબીના સિરામિક ઉદ્યોગની વીજળીની જરૂરિયાત અંગે માહિતી પૂરી પાડવા સિરામિક એસો હોલ ખાતે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો

Nuclear-Energy-Is-The-Best-Option-To-Meet-The-Electricity-Needs-Of-Morbi'S-Ceramic-Industry
nuclear-energy-is-the-best-option-to-meet-the-electricity-needs-of-morbi’s-ceramic-industry

જે સેમીનારમાં સિરામિક એસોના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા, નીલેશભાઈ જેતપરિયા અને કિરીટભાઈ પટેલ તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા સેમીનારમાં પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલે પીપીટી પ્રેઝન્ટેશક્ષ દ્વારા રજૂઆત કરીને ઉર્જા જરૂરિયાત અંગે જણાવ્યું હતું મોરબીની વિદ્યુત તેમજ તાપીય ઉષ્મા ઉર્જાની માંગ માટે ૧૦૦૦ મેગાવોટને પૂર્ણ સ્વદેશી ઝડપી બ્રીડર પરમાણુ ઉર્જા પ્લાન્ટની સ્થાપનાને શ્રેષ્ઠ ગણાવ્યો હતો મોરબીના ઉદ્યોગો પ્રતિદિન ૨૪ લાખ યુનિટ ઉર્જા તેમજ ૬૫ લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ કરે છે પરમાણુ ઉર્જાથી બન્ને ઉર્જાઓની પૂર્તિ થાય છે વિદ્યુત ઉર્જાની પૂર્તિ માટે ૫૫ મેગાવોટ અને તાપીય ઉષ્માની પૂર્તિ માટે ૮૫૦ મેગાવોટ તેમજ પરમાણુ ઉર્જા પ્લાન્ટની સ્થાપનાની જરૂરિયાત પડશે જેનાથી ૧૦૦૦ મેગાવોટનો એક પૂર્ણ સ્વદેશી ઝડપી બ્રીડર પરમાણુ પ્લાન્ટ બંને જરૂરિયાતોને પહોંચી વળશે અને આ ઓફ ગ્રીડ સ્વદેશી ઝડપી બ્રીડર પરમાણુ પ્લાન્ટથી પ્રતિ યુનિટ વીજળીની કીમત રૂ. ૨ સુધી જ આવશે સોલાર પાવર પ્લાન્ટ કરતા પણ સસ્તી વીજળી મળી રહે અને મોરબીના ઉદ્યોગો સતત વિકસતા રહે તે માટે પરમાણુ પ્લાન્ટ જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.