Abtak Media Google News

નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા તથા યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે ભ્રષ્ટાચારનો આરોપ મુકીને ધારાસભ્ય તેમજ મુખ્યમંત્રીને ફેકસ મારફત રજુઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે યુથ કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઈ.ના આગેવાનો જયકિશનસિંહ ઝાલા, અલ્પેશ સાદરીયા, ભરતસિંહ જાડેજા, ઋતુરાજસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, મુકુંદ ટાંક, મોહન ભરવાડ, યશપાલસિંહ જાડેજા, કરણ લાવડિયા સહિતના ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.

રજુઆતમાં જણાવ્યા મુજબ કુલપતિએ રાજય સરકારને એચ.આર ન કપાય તે માટે દરખાસ્ત કરી હતી. જે દરખાસ્ત મંજુર થયા બાદ કુલપતિના પગારમાંથી ઘરભાડુ ન કપાય અને બંગલાનો ઉપયોગ પણ ન થઈ શકે. ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ વીસી બંગલામાં ગોઠવાઈ ગયા અને ૯ ડિસે.૨૦૧૫ના રોજ તેઓએ પ્રસંગ પણ યોજાયો હતો પરંતુ બંગલાનો ઉપયોગ કરતા કુલપતિએ પોતાના પગારમાંથી ગત ફેબ્રુઆરી ૨૦૧૭થી એચઆર કપાવવાનું ચાલુ કર્યું છે એટલે કે ૧૩ મહિના સુધી કુલપતિએ બંગલામાં નિવાસ કરીને એચ.આરના પૈસા ઘરભેગા કર્યા હતા. રાજય સરકાર અને નાણા વિભાગ સાથે ગંભીર પ્રકારની છેતરપીંડી અને ચુનો લગાવવાની પ્રક્રિયા છે. ગુજરાતના મુખ્યમંત્રી જયારે રાજકોટમાં નેતૃત્વ લઈને મોટા થયા છે તે આમાં અંગત રસ લઈને તપાસ સમિતિ નીમીને ગંભીર પ્રકારની નાણાકીય ગેરરીતિ સબબ પગલા લેશે કે કેમ તેવો પ્રશ્ર્ન પણ મુખ્યમંત્રીને પુછેલ છે.  સાથો સાથ વી.સી. તરીકે તેમને નવી ગાડી ઈનોવા મળેલ છે છતાં જુની ઈનોવાનો ઉપયોગ કરે છે. સૌરાષ્ટ્ર યુનિ.ના જુદા જુદા વી.સી.એ જે જે ગાડીઓ વાપરતા તે એ રીતે ૫ જેટલી છે છતા આર્થિક લાભ માટે વિદ્યાર્થીઓના પૈસાનો ઉપયોગ, ઉપભોગ કરતા વી.સી.કાયમી ધોરણે બહારથી મંગાવીને મોંઘા ભાડા આપે છે તેમાં ભાજપના કોઈ નેતાનું હિત છે કે શું તેવો પ્રશ્ર્ન પણ પુછયો છે. ? આ કેસની અંદર ૪૨૦ દાખલ થવી જોઈએ તેવી માંગણી પણ એનએસયુઆઈએ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.