Abtak Media Google News

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે માસ્ક પહેરવું આવશ્યક છે. ત્યારે મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજમાં ઝઢ ઇઅ ની ગજજ ની સ્વયંસેવિકા ડાભી ધર્મિષ્ઠા નરશીભાઈ દ્વારા ગત તા. ૨૧ના રોજ મોમ્સ હોટેલ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મયુર પૂલ નીચેના ઝુપડપટ્ટી વિસ્તારમાં જઈને આશરે ૬૫ જેટલા જરૂરિયાતમંદ લોકોને માસ્ક તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફૂડ પેકેટમાં મોસંબી, ચેવડો, બિસ્કિટ સહિતની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેમજ લોકોને કોરોનાથી રક્ષણ મેળવવા માટેના ઉપાયો વિષે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફૂડ પેકેટ મેળવવાથી ગરીબ બાળકોના ચહેરા પર ખુશી જોઈને ધર્મિષ્ઠાબેને પણ આનંદની લાગણી અનુભવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.