Abtak Media Google News

થોરીયાળી – નાના વડાળા તથા સણોસરા સહિત ગામોમાં ભોજન સેવાયજ્ઞથી થઇ જન સેવા

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં એન.એસ.એસ. પ્રેરિત ચાલતા વિવિધ સેવા કાર્યોનીસ માહીતી આપતા ડો. યશવંત ગોસ્વામી

લોકડાઉનમાં કણસાગરા મહિલા કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર બોલબાલા અન્નક્ષેત્ર સાથે રાત-દિવસ જોયા વગર સતત દોડી રહ્યા છે. ટ્રસ્ટના અન્નક્ષેત્ર પોલીસ હેડ કવાર્ટર ખાતેથી ગ્રામ્ય ક્ષેત્રે પણ સેવાયજ્ઞની જયોત સતત જલતી રાખી છે. ભોજન અને અનાજની સાથે ૩પ૦ બોટલ રકત એકત્ર કરવાના સંકલ્પ સાથે બ્લડ ડોનરનું લીસ્ટ તૈયાર કરેલ છે.

એન.એસ.એસ. કણસાગરા કોલેજ પ્રેરીત થોરીયાળી ગામમાંથી લોકડાઉન સમયે સતત એક મહિના સુધી વાહનની વ્યવસ્થા સાથે રપ૦૦ લોકો માટે વધારેલ ખીચડી અને ૧૦૦૦ માણસો સાથે રોટલી બોલબાલા ટ્રસ્ટને મોકલાય છે. થોરીયાળીના વતની અને ઉઘોગપતિ પરસોતમભાઇ કમાણી, મનસુખભાઇ લુણાગરીયા, સરપંચ ગોવિંદભાઇ પેઢડીયા, રામજીભાઇ, જમનભાઇ, કાંતિલાલ પેઢડીયા, ભરતભાઇ, રાહુલભાઇ સંખાવરા, હિતેશભાઇ અને ગીરીશભાઇ પેઢડીયા, જીજ્ઞેશ કમાણી, લુણાગરીયા પરિવારના સર્વ આશિષભાઇ, ભાવેશભાઇ, વિમલભાઇ, ઋતિકભાઇ, ઉતમભાઇ અને હર્ષદભાઇ, ફેનીલભાઇ અને અંકિતભાઇ કાકડીયા, અમિત મોલીયા, ભાર્ગવ રાબડીયા, ફેનીલ કોટડીયા, દીક્ષીત પેઢડીયા થોરીયાળીમાં સરદાર પટેલ સમાજવાડીમાં સતત મહેનત ઉઠાવી સમાજ સેવા કરી રહ્યા છે.

આ ઉપરાંત ડો. યશવંત ગોસ્વામીના પ્રયત્નોથી નાનાવડાળા ખાતે લેઉવા પટેલ સમાજવાડીમાં ગ્રામ અગ્રણીઓના દાનથી વાહનની વ્યવસ્થા સાથે દરરોજ ૧પ દિવસ સુધી ર૦૦૦ માણસો માટે ખીચડી અને ૧૦૦૦ લોકો માટે સમાજવાડી આવે બનાવી બોલબાલા ટ્રસ્ટને પહોચાડવામાં આવેલ, ગામના સરપંચ કિશોરભાઇ ટાંક અને ઉપસરપંચ રમેશભાઇ મારકણાના નેતૃત્વમાં ગોપાલભાઇ મારકણા, કાંતિભાઇ જીવરાજભાઇ (અબુધાબી) કાંતિભાઇ સાવલીયા, રુપેશભાઇ સખીયા અને સુરેશભાઇ વૈષ્ણવ તેમજ ગામ સમસ્તના સહયોગ થી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. આ ઉપરાંત નાનાવડાળા પટેલ સમાજ દ્વારા ગામથી દૂર રહેતા શ્રમીક મજુરો વિધવા, અંધ, અસહાય અને નિરાધાર લોકોને રૂ. ૬૦૦ થી ૫૦ થી વધુ અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ.

થોરીયાળી અને નાનાવડાળા ની ભોજન સેવા ઉ૫રાંત એન.એસ.એસ. કણસાગરા પ્રેરીત અનાજ સેવાયજ્ઞમાં ૧રપ મણ ઘઉનું યોગદાન ગ્રામ અગ્રણીઓ સુભાષભાઇ હીરપરા, પ્રવીણભાઇ હેરભા, મનસુખભાઇ કાકડીયા અને દેવરાજભાઇ ડાંગરના પ્રયાસોથી ગામ સમસ્ય દ્વારા સેવાકાર્ય થયેલ છે. હડમતીયા જેવા નાના ગામના લોકોએ ૧રપ મણ ઘઉ આપીઅમૂલ્ય યોગદાન આપેલ છે.

સણોસરા  ગામના ગ્રામ આગેવાનો મનસુખભાઇ અજાણી, ચંદુભાઇ કથીરીયા, વિજયભાઇ સાકરીયા અને પ્રદીપભાઇ ચૌહાણના પ્રયત્નોથી ૭૦ મણ અનાજ પ્રાપ્ત થયેલ છે. ભાડવા ગામના આગેવાનો કિતીસિંહ જાડેજા, મનુભાઇ ગજેરા, ધીરૂભાઇ રૂપાપરા અને ભૂપતભાઇ ખૂંટના પ્રયત્નોથી ૫૦ મણ અનાજ અને જીયાણા વાંકવડના ગામ અગ્રણીઓ દામજીભાઇ ડાભી, સરપંચ અરવિદભાઇ સરવૈયા, પ્રેમજીભાઇ અને ધીરુભાઇ વેકરીયા દ્વારા રપ મણ અનાજ મળેલ છે.

ડો. યશવંત ગોસ્વામીએ કોરોના મહામારી સમયે વિવિધ સંસ્થ્ાઓને રૂ. પાંચ લાખનું અનુદાન આપેલ છે. સાથે ભૂખથી પીડીત લોકોની મદદ માટે ભોજન અને અનાજ એકત્ર કરવા રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સતત દોડી રહ્યા છે. બોલબાલા ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઇ ઉપાઘ્યાયના નેતૃત્વમાં ૩પ૦ થી વધુ સ્વયસેવકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૩પ હજારથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરે છે બે મહિનાથી બોલબાલા ટ્રસ્ટ સતત સેવાયજ્ઞ ચલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.