Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘એમ. આર.’ (મીઝલ્સ રૂબેલા) વેક્સીન અંગેનો રાજકોટ મહાનગરપાલિકાના ડોક્ટરો માટે એન.પી.એસ.પી. યુનીટ દ્વારા ઈસ્ટ ઝોન કચેરી ખાતે વર્કશોપ યોજાયેલ હતો. ભારત સરકારના એમ.આર. કેમ્પેઈનનું અમલીકરણ ગુજરાત રાજ્યમાં કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં દેશના અંદાજીત ૭૫ % રાજ્યોમાં આવું સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે. જે અન્વયે રાજકોટ શહેરમાં પણ ૯ માસથી ૧૫ વર્ષના બાળકોને એમ.આર. વેક્સીન આપવાનો કાર્યક્રમ નક્કી થયેલ છે. જે ઝુંબેશના સ્વરૂપમાં કરવા મુખ્ય મેડીકલ વિગતો નીચે દર્શાવ્યા મુજબની છે.

2 2– મીઝલ્સ (ઓરી) બાળકોના મરણ તથા રોગચાળાનું મુખ્ય કારણ છે.

– દુનિયામાં છેલ્લે ૧ વર્ષમાં ૧૩૪૨૦૦ બાળકો ઓરીના કારણે મૃત્યુ પામેલ હતા જે પૈકી ૩૬ % એટલે કે ૪૯૨૦૦ બાળકો ભારતના મૃત્યુ પામેલ હતા.

– આપણા દેશનો ધ્યેય મીઝલ્સ (ઓરી) મુક્ત તથા રૂબેલા / જન્મજાત રૂબેલા પર ૨૦૨૦ સુધીમાં નિયંત્રણ મેળવવાનો છે.

– ૭ ફેબ્રુઆરી ૨૦૧૭ થી અત્યાર સુધીમાં ૧૫ રાજ્યના ૭ કરોડ ૭૦ લાખથી વધારે ૯ માસથી ૧૫ વર્ષના બાળકોએ એમ.આર. ની રસી લીધેલ છે.

– એમ.આર. રસીની અસરકારકતા ૯૫ થી ૯૯ % છે.

– આ રસીથી ઓરી (મીઝલ્સ) થતા ન્યુમોનિયા, ઝાડા એનેસેફેલાઈટીસ તથા અંધાપાથી બચી શકાય છે.

– રૂબેલાની રસીથી જન્મજાત રૂબેલા, એનેસેફેલાઈટીસ તથા આથ્રાઈટીસથી બાળકો બચી શકે છે. દર વર્ષે ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ બાળકો ક્ન્જનાઈટીસ રૂબેલા સિન્ડ્રોમથી પીડાય છે.

– નેશનલસર્વેમુજબ૯૫ % મીઝલ્સનાકેસોતથા૯૦ % રુબેલાનાકેસો ૧૫ વર્ષથી નાના બાળકોને થતા હોય આ કાર્યક્રમ ૯ માસથી ૧૫ વર્ષના બાળકો માટે રાખેલ છે.

3 3ઉપરોક્ત વિગતો અન્વયે ભવિષ્યની યુવા પેઢીની આરોગ્યની જાળવણી માટે જુલાઈ માસમાં MR વેક્સીનની કામગીરી ઝુંબેશના સ્વરૂપમાં કરવામાં આવશે. આ વર્કશોપમાં માન. નાયબ કમિશનર (આરોગ્ય) શ્રી ગણાત્રા સાહેબ, આરોગ્ય અધિકારીશ્રી ડો. પી.પી. રાઠોડ, ઈ.ચા. આર.સી.એચ.ઓ. શ્રી ડો. હિરેન વિસાણી, આઈ.એ.પી.ના પ્રેસીડેન્ટ ડો. શ્રીમાંકર, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના વડા શ્રી ડો. યોગેશ પરીખ, શાસનાધિકારીશ્રી પંડયા, WHO ના SMO શ્રી અમોલ ભોસલે, પ્રોગ્રામ ઓફિસર-UNDP શ્રી તેજસ ચાવડા, લાયન્સ ક્લબના પ્રેસીડેન્ટ શ્રી પંચાસરા, શિક્ષણ વિભાગના પ્રતિનિધિ શ્રી હિંડોચા અને શ્રી ડો. ઘોણીયા, જુદા જુદા NGO ના સભ્યોશ્રી, ICDS તથા આરોગ્યનો સ્ટાફ ઉપસ્થિત રહેલ હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.