Abtak Media Google News

આઈટી રીટર્નની આકરણીમાં પારદર્શકતા લાવવા અને કરચોરી અટકાવવા સીબીડીટીનો -અસેસમેન્ટનો પાયલોટ પ્રોજેકટ: આઈટી ઈ-અસેસમેન્ટ પ્રોજેકટ તૈયાર કરવા સીલીડીટીએ ૯ સભ્યોની કમિટીની કરી રચના

દેશમાં ડીજીટલ ક્રાંતી લાવવા સરકાર અગ્રેસર છે. ત્યારે હવે, ટેકસ ભરવામાંથી છટકબરી શોધતા કરદાતાઓ પર ત્રાટકવાના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ સીબીડીટીએ આવકવેરા રીટર્નની આકરણી ઓનલાઈન કરવા તૈયારી દાખવી છે. જી હા, હવે વર્ષ ૨૦૧૮થી તમારે રીટર્નોની આકરણી માટે આવકવેરા કચેરીએ ધકકા નહિ ખાવા પડે. આ માટે સીબીડીટીએ ઉચ્ચ સ્તરીય કમીટીની રચના પણ કરી લીધી છે જે. આવકવેરાનાં ઈ.અસેસમેન્ટ માટેનો રોડમેપ તૈયાર કરી રહી છે. આ કમીટીમાં સીબીડીટીએ ૯ સભ્યોનો સમાવેશ કર્યો છે.

આવકવેરા રીયર્નોની ઈ-અસેસમેન્ટ એટલે કે ઓનલાઈન આકરણી અંગેનો એક રીપોર્ટ તૈયાર કરાશે અને આ રીપોર્ટ સીબીડીટીને સોંપાશે. આ રીપોર્ટ રજૂ કરવા માટે સીબીડીટીએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીનો કમીટીને સમય આપ્યો છે. એક સીનીયર ટેકસ અધિકારીએ કંહ્યુ કે, ફેબ્રુઆરી સુધીની ડેડલાઈન આપી સરકાર અને સીબીડીટી એ સંકેતો આપ્યા છે કે, ટેકસ રીટર્ન આકરણીની આ નવી પધ્ધતિ વહેલી તકે લાગુ થાય.

તેમાં પણ સીબીડીટીએ આદેશ કર્યો છે કે ઈ-અસેસમેન્ટ કેશલેસ અને નેમલેસ થવું જોઈએ. જણાવી દઈએ કે, આ નવી પધ્ધતિથી આવકવેરા કચેરીએ જવાની જ‚ર રહેશે નહિ તેમજ સૌથી મોટો ફાયદો એ થશે કે ટેકસમાંથી છટકબારીને કોઈ અવકાશ નહિ રહે. હાલની પરિસ્થિતિ જોઈએ તો, આવકવેરા રીટર્નની આકરણી માટે કચેરીએ જવું પડે છે. તેમાં પણ પહેલા સેટીંગ થાય અને પછી કલીયરીંગ થાય, જેનાથી કાળાનાણાંને મોટો અવકાશ મળી રહેતો પરંતુ હવે, આઈટી ઈ-અસેસમેન્ટથી કાળાનાણા પર બાઝ નજર રહેશે.

સીબીડીટીએ રોલ આ ઈ-અસેસમેન્ટના પાયલોટ પ્રોજેકટને કેટલાક મોટા શહેરોમાં ટેસ્ટીંગ માટે લાગુ કરી દીધો છે. આ પેપરલેસ સીસ્ટમથી કરદાતાની ટેકસ અધિકારી સાથેની મુલાકાત ઓછી થઈ જશે. અને આથી કરચોરીનાં પ્રમાણમાં પણ ઘટાડો થશે.

તાજેતરમાં ટોચના ટેકસ અધિકારીઓની રાજસ્વ જ્ઞાન સંગમ નામની રાષ્ટ્રીય સ્તરે એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં સીબીડીટીના એક અધિકારીએ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતુ. જેમાં કહેવાયું છે કે, આવકવેરા રીટર્નમાં પારદર્શકતા લાવવા ઈ-અસેસમેન્ટ થવું જોઈએ અને મોટાભાગની પ્રક્રિયાઓ ઓનલાઈનથી પૂર્ણ થાય તેમ પ્રોત્સાહનબળ પૂ‚ પાડવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.