Abtak Media Google News

ગિફટ સિટી નજીક સિંહ સફારી, કેવડીયામાં વાઘ સફારી અને સુરતમાં ચિત્તા સફારી બનાવાશે

ગાંધીનગરની ઓપન સફારી સિંહદર્શન બનશે વધુ રોમાંચક

કેસરીયો ડાલામથ્થો કહેવાય એવા સાવજ ગુજરાતની શાન છે, દેશ-વિદેશના પર્યટકો, સિંહદર્શન માટે જુનાગઢ, સાસણ આવે છે. હવે પર્યટકો અને સહેલાણીઓએ સાવજ નિહાળવા દેવળીયા નેશનલ પાર્ક આવવું પડશે નહી ગુજરાત વન વિભાગ દ્વારા ગાંધીનગરના ગીફટ સીટી નજીક નર્મદાના કેવડીયામાં લાયન સફારી, ટાયગર સફારી પાર્ક બનાવાશે વન્ય તેમજ પર્યાવરણ મંત્રી  ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ગાંધીનગર ઉપરાંત સુરતના માંડવી તાલુકામાં  પણ ચિત્તા સફારી બનાવાશે. રાજય વન વિભાગ દ્વારા ગીફટ સીટી નજીક ૪૦૦ હેકટરની જમીનની ખરીદી કરવામાં આવી છે. જંગલ વિભાગનો દાવો છે કે ઇન્દ્રોદા ઝુઓલોજીકલ પાર્કમાં સિંહો કયારેય હતા જ નહી ગીફટ સીટી નજીક બની રહેલા પાર્કમાં ઓપન સફારી હશે. તેથી સિંહોને ખાસ મીનીબસમાંથી વધુ નજીકથી નીહાળી શકાશે સિંહ સફારી વન વિસ્તારમાં સ્થાપવામાં આવશે. ત્યારે જુનાગઢના સાવજો ગાંધીનગરના મહેમાન બનશે.

વરિષ્ઠ ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે બે જોડી સિંઅ અને તેના બચ્ચાને લાવવામાં આવશે. ચિતલ સામ્ભાર અને બ્લુ બુલ્સને પણ સફારીને હિસ્સો બનાવવામાં આવશે. આ નવા પ્રોજેકટ અંગે કેન્દ્રીય વન વિભાગમાંથી મંજુરી મેળવવામાં આવશે. એક વખત મંજુરી મેળવ્યા બાદ ગાંધીનગર સફારી રાજયની ત્રીજી સફારી બનશે. માટે હવે મઘ્ય ગુજરાતના લોકોએ દેવડીયા કે સાસણ સિંહ દર્શન માટે આવવું પડશે નહીં. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તેમની પાસે પહેલાથી જ જંગલ વિસ્તારની અમુક જમીન છે. માટે જમીનનો પ્રશ્ર્ન મોટો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેવડીયાની વાઘ સફારીનું કામ શરુ થઇ ચુકયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.