હવે તમે પણ જોઈ શકશો મનપસંદ સપનાંઓ : MIT નાં વૈજ્ઞાનિકો તૈયાર કરે છે ડ્રીમ હેક ડીવાઈસ

માનવ શરીરને સ્વસ્થ રીતે ચલાવવા માટે ઉંઘ ખૂબ જ આવશ્યક છે.ઊંઘમાં કોઈ પણ વ્યક્તિ સ્વપ્ન તો જોતો જ હશે.અમુક લોકોને સારા સ્વપ્નો આવે તો અમુક લોકોને ખરાબ. ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જે સ્વપ્ન નહિ જોતો હોય. ઘણી વખત આપણે સ્વપ્નમાં એવી ઘટનાઓ જોઈએ છીએ જેનું સ્વરૂપ ખૂબ જ ભયંકર પણ હોય પરંતુ તેનો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ હોતો નથી.અત્યાર સુધી માનવી ફકત પોતાના સ્વપ્નો પર જ નિયંત્રણ પામી શક્યો નથી પરંતુ એ પણ હવે શક્ય બનશે.ભવિષ્યમાં પોતાના સ્વપ્નોને નિયંત્રિત કરવા માટે MIT નાં વૈજ્ઞાનિકો તૈયાર કરે છે ડ્રીમ હેક ડીવાઈસ.

આ ડીવાયસનું નામ ‘ડોરીમો’ છે .આ ડિવાઇસ મદદથી હવે તમે સારા સ્વપ્નોને લાંબા સમય સુધી જોઈ શકશો અને ખરાબ સ્વપ્નને દૂર પણ કરી શકશો. ડોરીમોને ગ્લવઝની જેમ હાથમાં પહેરી શકાશે.આ ડિવાઇસ અલગ અલગ પ્રકારના સેન્સર્સ છે જે લોકોની ઉંઘ કેવા પ્રકારની છે તેની તપાસ કરશે.

૫૦ લોકો પર કરવામાં આવ્યો પ્રયોગ :

આ ઉપકરણનો પ્રયોગ ૫૦ લોકો પર કરવામાં આવ્યો. જેમ ડિવાઇસે એક શબ્દ ટાઇગર સાંભળ્યો તે પછી તે બધા જ પ્રયોગપાત્ર લોકોના સ્વપ્નમાં ટાઇગરનો વિચાર આવ્યો.આ ઉપકરણની મદદથી, 50 લોકોના સપના જોવાની પદ્ધતિઓ ખૂબ નજીકથી પરીક્ષણ કરવામાં આવી હતી.

મેસાચ્યુંસેટ ઇન્સ્ટિ્યૂટ ઓફ ટેકનોલોજીનાં પ્રોફેસર (MIT) ટોર નિલ્સને કહ્યું કે, આ એક અદ્ભુત ઉપકરણ છે. કોઈ પણ વ્યક્તિ સ્વપ્ન જીવવા અને તેને નિયંત્રિત કરવા માંગે છે. તમે આ ઉપકરણની સહાયથી જે ઇચ્છો તે સ્વપ્ન જોઈ શકશો.

જો કે,વિશ્વના વૈજ્ઞાનિકો હજી પણ સપનાને નિયંત્રિત કરવા માટેનો આ ડિવાઇસ યોગ્ય રીતે કાર્ય કરી શકશે કે નહીં તે અંગે મૂંઝવણમાં છે કારણ કે આ ઉપકરણ અવાજ કરીને અથવા કોઈ પ્રકારનો જૈવિક સંદેશ મોકલીને તમારા સપનાને નિયંત્રિત કરે છે આ સમયે કોઈ પણ માનવીની માનસિક સ્થિતિ શું છે તે જાણવું મુશ્કેલ બને છે.

Loading...