Abtak Media Google News

Table of Contents

આઈફોનના ઉપભોકતા પણ ગુગલ આસિસ્ટન્ટનો કરી શકશે ઉપયોગ: ગુગલ કોન્ફરન્સમાં મહત્વની જાહેરાતો

 ગુગલે તેની આઈ/ઓ ડેવલ્પર કોન્ફરન્સ દરમિયાન જાહેરાતો કરી હતી. કૈલિફોર્નિયામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં ગુગલ આસિસ્ટન્ટ, ગુગલ ફોટોઝ અને યુ-ટયુબમાં કેટલાક નવા ફીચર્સ જોડવાની જાણકારી અપાઈ હતી. ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું કે, દુનિયામાં બે બિલિયન એન્ડ્રોઈડ યુઝર્સ છે. તેમણે ગુગલ આસિસ્ટન્ટને લઈને મહત્વની જાહેરાતો કરી હતી. આ દ્વારા તે આઈઓએસ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે. જોકે ગુગલ આસિસ્ટન્ટથી આઈઓએસના સીરીને રીપ્લેસ કરી શકાશે નહીં પરંતુ તેનો એક અતિરિકત એપ તરીકે ઉપયોગ કહી શકાશે. સૌથી પહેલા ગુગલ આસિસ્ટન્ટને ‘પિકસલ’ સ્માર્ટફોનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે તે અન્ય એન્ડ્રોઈડ ફોન માટે પણ ઉપલબ્ધ છે.

ગુગલે યુ-ટયુબ યુઝર્સ માટે સુપર ચેટ લોન્ચ કરી છે. આનાથી યુ-ટયુબ ચેનલ બનાવવા વાળા લોકો ઓડિંયન્સ સાથે પણ વાત કરી શકશે. ટીવી ઉપર લાઈવ યુ-ટયુબ ૩૬૦ ડિગ્રી વિડીયો પણ જોઈ શકાશે. ગુગલ ફોટોઝમાં આ વર્ષના અંત સુધીમાં ગુગલ લેન્સ પણ જોડાઈ જાશે ઉપરાંત ગુગલ ફોટોઝમાં નવા ત્રણ ફીચર્સનો વધારો કરાયો છે જે દ્વારા બ્લર (ઝાંખા) ફોટો પોતાની રીતે જ હટી જાશે. ગુગલે ફોટો શેર કરવાને વધુ સ્માર્ટ બનાવ્યું છે.

ગુગલ આસીસ્ટન્ટ ફેંન્ચ, ઈટાલીયન, જાપાનીઝ, કોરિયન અને અન્ય કેટલીક ભાષાઓમાં ઉપલબ્ધ થશે. ગુગલ હોમ ઉપર હેડંસ ફ્રી કોલિંગની સુવિધા આવશે જે દ્વારા અમેરિકા અને કેનેડામાં કોઈ પણ નંબર ઉપર ફ્રી કોલ કરી શકાશે અને ગુગલ લેંસ જલ્દીથી ગુગલ આસિસ્ટન્ટ પર ઉપલબ્ધ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.