Abtak Media Google News

સોશિયલ મીડિયા તરફ વળાંક લેતી આ દુનિયામાં રોજ કઈકને કઈક અલગ નવું આવતું રહેતું હોય છે અને લોકો પણ તેને ખૂબ જ જલ્દી અપનાવી લેતા હોય છે. તેવી જ રીતે હાલમાં ટ્વિટરમાં પણ એક અપડેટ જોવા મળ્યું છે તેઓએ સ્નેપચેટની જેમ પોતાની એપલીકેશનમાં એક ફિચર લાવ્યા છે જેમાં તેઓ વપરાશકર્તા માટે કેમેરા રોલનો એક ઓપ્શન આપવા જઇ રહ્યા છે.

ટ્વિટરનું આ નવું અપડેટ ફોટો સેક્શન માટે  જાહેર કરવામાં નથી આવ્યું કે ન તો ફોટો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામની સ્પર્ધામાં.ટવિટરના જણાવ્યા પ્રમાણે આ અપડેટ માઇક્રોબ્લોલિંગ સાઇટ ટ્વિટરને પોતાના પ્લેટફ્રોમ પર અપડેટ  કરવા અને રિયલ ટાઇમ લેંસ જેવી સુવિધા આપવા માટે છે.

ટ્વિટરમાં સ્નેપચેટ જેવો કેમેરા વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં સ્ક્રીન પર નીચે બાજુ શટર છે. અને  ફોટો પાડવા માટે શટર બટનને દબાવીને રાખવું પડશે.  ટ્વિટર લાઇવ કરવા શટર બટન દબાવીને  હળવેથી દબાવી ડાબે કે જમણે કરવાનું હોય છે.  જોકે કંપનીએ હજુ  સ્ટીકર કે  ફિલ્ટરનો વિકલ્પ  નથી આપ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.