Abtak Media Google News

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને ઓટોમેટ ઓપરેશનના ઉપયોગથી કલાઉડ વ્યવસાયને વધુ વેગ અપાશે

૫-જી માં હાલ ઘણાખરા સુધારાઓ જોવા મળી રહ્યા છે ત્યારે વિશ્ર્વની નામાંકિત કંપની માઈક્રોસોફટ કોર્પોરેશન એઝુરે કલાઉડ સાથે ભાગીદારી કરી કલાઉડમાં ડિસ્કાઉન્ટ મળતું થાય તે માટેના પ્રયત્નો પણ હાથ ધરશે. આ ભાગીદારીને ધ્યાને લઈ એ વાત પણ સ્પષ્ટ થાય છે કે હવે આકાશ ઉપર પણ હરીફાઈ જોવા મળશે. માઈક્રોસોફટના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવું કલાઉડ પ્લેટફોર્મ ઉભુ કરતાની સાથે જ માઈક્રોસોફટ ૫-જી નેટવર્કમાં પણ આવી રહ્યું છે જેનાથી લોકોને અપાતી સેવાઓ ઝડપી અને ઓછા ખર્ચવાળી બનશે. અમેરિકામાં હ્યુવાઈ કે જે ચાઈનીઝ કંપની છે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ હવે તે તક માઈક્રોસોફટને મળતા ઘણાખરા સુધારાઓ પણ જોવા મળશે. ૫-જી ટેકનોલોજીના ઉપયોગથી સ્વસંચાલિત ગાડી, રીમોટ સર્જરી અને ઓટોમેટેડ મેન્યુફેકચરીંગ ક્ષેત્રને પણ પૂર્ણત: વેગ મળતો થશે. બીજી તરફ માઈક્રોસોફટ કે જેને એઝુરે સાથે ટાઈઅપ કર્યું છે તે ભાગીદારીથી પણ વ્યાપાર અને કંપનીઓને ઘણોખરો ફાયદો પહોંચશે જેમાંથી ઈન્ફ્રાસ્ટ્રકચર પર થતા ખર્ચમાં પણ ઘટાડો જોવા મળશે અને બીજી તરફ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો પણ ઉપયોગ વધુ પ્રમાણમાં થતો રહેશે.

એઝુરે નેટવર્કિંગનાં કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટ યુસેફ ખાલીદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, માઈક્રોસોફટ સાથેની ભાગીદારી થતાની સાથે જ ૩૦ થી ૪૦ ટકા જેટલા ખર્ચમાં પણ ઘટાડો જોવા મળશે. વિન્ડો અને ઓફિસ સોફટવેરમાં આવ્યા બાદ જયારે ૫-જી ક્ષેત્રમાં પગપેસારો કરી રહ્યું છે ત્યારે ડિજિટલ અને ઓનલાઈન ક્ષેત્રે ઘણાખરા ફેરફારો પણ જોવા મળશે. કંપની દ્વારા ટેલિકોમ ઓપરેટર જેવા કે વેરીઝોન અને એનટી જેવી કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી છે અને નેટવર્ક ઉપકરણોને આપવા માટે પણ મંજુરી આપવામાં આવી છે. માઈક્રોસોફટનું ૫-જી સેવાઓમાં આવતાની સાથે જ નોકિયા અને એરઈકશન કંપની સાથેની હરીફાઈમાં પણ વધારો જોવા મળશે.

માઈક્રોસોફટ હરહંમેશ લોકોને કંઈક નવું આપવા માટે પ્રેરિત થતું હોય છે ત્યારે હવે કલાઉડ ઉપર પણ માઈક્રોસોફટ આવતાની સાથે જ ઘણાબધા ફેરબદલો પણ જોવા મળશે. કલાઉડ વ્યાપાર હાલ વિશ્ર્વભરમાં સૌથી વધુ પ્રચલિત અને આવકના સ્ત્રોતરૂપે ઉદભવિત થયું છે. ઘણી નામાંકિત કંપનીઓ કલાઉડ વ્યવસાય સાથે આગળ વધી રહી છે અને તે દિશામાં તેઓ પોતાનો વ્યાપ પણ વધારી રહ્યું છે. આ તકે જયારે માઈક્રોસોફટ ૫-જી ક્ષેત્રમાં આગળ આવ્યું છે ત્યારે ઘણીખરી નવી ટેકનોલોજી અને નવા ઈનોવેશન પણ જોવા મળશે. બીજી તરફ એ વાતની પણ ખરાઈ કરવામાં આવી છે કે, ૫-જી ક્ષેત્રમાં માઈક્રોસોફટ આવતાની સાથે જ કલાઉડમાં અનેકવિધ પ્રકારે ઉધોગો અને કંપનીઓને ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર રહેશે. ડિસ્કાઉન્ટ અપાતા જ લોકોનો ઝુકાવ સૌથી વધુ માઈક્રોસોફટ તરફનો જ જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.