Abtak Media Google News

વીઆઇપી ટ્રીટમેન્ટ બંધ કરવાનો એડમિનિસ્ટ્રેશનનો નિર્ણય : માત્ર દિવ્યાંગ અને સિનિયર સિટીઝનોને જ વિશેષ સવલત મળશે

તિરુપતિ બાલાજી મંદિરમાં હવે  VIPદર્શન બંધ થવાના છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એડમિનિસ્ટ્રેશને નક્કી કર્યું છે કે VIPદર્શન બંધ કરાશે અને કોઈ ભક્ત VIPદર્શનની માંગ કરશે તો તેને પ્રોત્સાહન આપવામાં નહિ આવે.આ નવો નિયમ હવે એકદમ કડક રીતે અમલમાં મૂકવામાં આવશે. જો મહેમાનો કે નેતાઓના પ્રતિનિધિઓ પણ VIPદર્શનની વિનંતિ કરશે તો તેમને પણ મંજૂરી નહિ આપવામાં આવે. મંદિરની ઓથોરિટીએ મંદિરના પરિસરમાં કોઈપણ પ્રકારના રાજકીય નિવેદનો ન કરવા પણ વિનંતિ કરી છે.

ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં સેલિબ્રિટી અને મોટા મોટા નેતાઓ અવારનવાર દર્શન માટે જાય છે. રોજના ૫૦,૦૦૦ જેટલા ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. તેઓ દર્શન માટે ટિકિટ ખરીદી શકે છે.બુકિંગ એક દિવસ એડવાન્સમાં કરી શકાય. વધુમાં વધુ ૧૦ દિવસ એડવાન્સમાં બુકિંગ કરી શકાય. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના મેનેજમેન્ટે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. આ બે કેટેગરીના લોકો માટે સ્પેશિયલ ગેટ છે અને તેમને બે ટાઈમ સ્લોટ એલોટ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.