Abtak Media Google News

ડિજિટલ ટ્રાન્જેકશનના ક્ષેત્રમાં ઝંપલાવવા વોટ્સએપે કમરકસી

ગત વર્ષની ૮મી નવેમ્બરે નોટબંધીનો નિર્ણય યા બાદ ડિજિટલ ટ્રાન્જેકશન ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેના પરિણામે લોકો દ્વારા ઈ-બેન્કીંગ અને ઈ-વોલેટનો ઉપયોગ શ‚ કરાયો છે. ત્યારે હવે ભારતમાં સૌી વધુ સફળ મેસેન્જીંગ એપ્લીકેશન વોટ્સએપ દ્વારા પણ ‚પિયાની હેરાફેરી ઈ શકે તેવી સંભાવના ઉભી ઈ છે. એક અહેવાલ મુજબ વોટ્સએપ ભારતમાં ડિજિટલ ટ્રાન્જેકશનમાં પદાર્પણ કરવાની વિચારણા કરી રહી છે.

૨૦૧૭ના ફેબ્રુઆરી માસમાં વોટ્સએપ પાસે ૨૦૦ મિલિયન યુઝર્સી હોવાનું જાહેર કર્યું હતું. ત્યારે જો વોટ્સએપને ટ્રાન્જેકશન એપ્લીકેશન બનાવવામાં આવે તો તેનો ઘણો ફાયદો મળી રહે તેમ છે. જો કે, વોટ્સએપ ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈ સો હા મિલાવે તેવી પુરેપુરી શકયતા છે.

આ બાબતે આરબીઆઈની ગાઈડ લાઈન અને મોબાઈલ વોલેટ બન્નેને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યાં છે.

આરબીઆઈએ નવી ગાઈડ લાઈન બહાર પાડી હોવાી તેમાં વોટ્સએપને મીનીમમ રીકવાયરમેન્ટ સુધી પહોંચવા માટે હજુ ઘણા સુધારા-વધારા કરવા પડશે. આ ફેરફારો યા બાદ જ વોટ્સએપ ઈ-વોલેટની સુવિધા શ‚ કરી શકશે અને નાણાની હેરફેર શકય બનશે. હાલમાં ભારતમાં પેટીએમ સહિતની વિવિધ ઈ-વોલેટ કંપની ઉપલબ્ધ છે ત્યારે વોટ્સએપ પણ આ ક્ષેત્રમાં પહોંચતા હરીફાઈનો નવો દોર શ‚ શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.