Abtak Media Google News

બેન્કોને ક્રેડિટ વધારા સહિતની અનેક જરૂરીયાતો પૂરી પાડવા સરકાર અને આરબીઆઇ કટીબધ્ધ

હાલ છેલ્લાં ઘણા સમયથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના ગર્વનર ઉર્જીત પટેલ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું ત્યારે બજારમાં તરલતાનો મુદો ચરમસીમા પર રહ્યો હતો તથા એનબીએફસી બેંકોના એનપીએને લઇને પણ ઘણી ચર્ચા-વિચારણાં થઇ હતી. હાલ છેલ્લે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં એનબીએફસી બેંકોને કઇ રીતે સ્થિર કરવી તે માટે મહત્વપૂર્ણ બાબતો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

હાલ જે રીતે પંજાબ નેશનલ બેંકને ૧૪૦૦૦ કરોડનો જ્યારે નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ ચુનો લગાવ્યો તેને લઇ બેંકોની સ્થિતિ અને આ પ્રકારના ફ્રોડોથી બેંકો કઇ રીતે બચી શકે તે માટે ઘણી ચર્ચા-વિચારણાં પણ કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નોન-બેંકીગ ફાયનાન્સીયલ કંપનીઓને તેમનાં લોન બૂક વેંચવા અથવા સિક્યુરીટીઝ લઇને સતત તાણ ઘટાડવા માટે સલામતીના નિયમોને ઘડવા કર્યા છે.

એટલે કહી શકાય આરબીઆઇએ એનબીએફસી બેન્કીંગ કંપનીઓને પોતાના ઉઘરાણાના હવાલા દેવા માટે છૂટ આપી છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે એનબીએફસી હવે તેમનાં લોન બૂક પર ૬ મહિના માટે હોર્ડિગ કર્યા પછી ૫ વર્ષથી વધુ પાકતી મુદ્તની લોનની સલામતી કરી શકે છે.

અગાઉ તેમણે ઓછામાં ઓછા એક વર્ષ માટે તેઓએ સંપતિને હોલ્ડ પર રાખવી પડતી હતી જો કે, એનબીએફસીએ લોન બુકના મૂલ્યને ૨૦%ને જાણવી રાખ્યા બાદ ન્યૂનતમ હોર્ડિગ સમયગાળા પરના છૂટને મંજૂરી આપવામાં આવશે તેમ આરબીઆઇ દ્વારા જણાવાયું હતું.

શેડો બેંક તરીકે જાણીતા એનબીએફસી સપ્ટેમ્બરમાં મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડીગ કંપનીને દેવાની કટોકટીના પગલે તેમને બેલેન્સીંટ પરનો તાણનો સામનો કરવો પડી રહ્યો છે. જે રોકાણકારોમાં ખૂબ જ ગભરાટ ઉભી થઇ છે. આ ક્ષેત્રેની વાત કરવામાં આવે તો રોકડની ખૂબ જ તંગી અને અછત જોવા મળી રહી છે. નાણાંકીય બજારોમાં ભારે વોલેટેલીટીના પગલે આરબીઆઇ અને સરકારે બેંકોને વધારાની પુન:ધિરાણની જ‚રીયાતો માટેની ક્રેડિટ વધારાની અનેક જરૂરીયાતને ટેકો આપવાના હકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.