Abtak Media Google News

દર દસ વર્ષે યોજાતી જનગણના કોરોના મહામારીને ધ્યાને રાખી મોકૂફ રાખવાની વિચારણા: કાયદા મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે પરામર્શ

દર દસ વર્ષે સમગ્ર દેશમાં જનગણના એટલે કે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે જેના આધારે દેશની વસ્તીનો સચોટ તાગ મેળવી શકાતો હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે જ જનગણના હાથ ધરવાની હતી પરંતુ કોરોના મહામારીના કહેરને ધ્યાને રાખીને વસ્તી ગણતરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહ મંત્રાલયની સૂચનાઓ અનુસાર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ ની ગણતરીના પ્રથમ તબક્કાની અંતિમ તારીખ તેમજ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર)ના સુધારણાની કવાયતને સમાપ્ત થવા દેવાશે તેવા સંકેતો બહાર આવ્યા હતા. પરંતુ કોરોનાનો કહેર જો યથાવત રહેશે તો આવતા વર્ષે અથવા ૨૦૨૨ સુધી વસ્તી ગણતરીને મોકૂફ રખાઈ શકાય છે. સૂત્રોએ તરફથી મળતી માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૨૦ ની સૂચના મુજબ ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ની ગણતરી ગૃહ નિર્માણ અને ગૃહની સૂચિ કામગીરીની સમયરેખાને મોકૂફ રાખવા બુધવારે મંજૂરી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.  કાયદા મંત્રાલયની અનૌપચારિક ચર્ચા મુજબ હાલ કોઈ નવી માર્ગદર્શિકા કે નિર્ણય કરવાની પણ કોઈ જરૂરિયાત નથી તેવું પણ નોંધવામાં આવ્યું છે. માર્ચ ૨૦૨૦ માં કોવિડ ૧૯ ને કારણે લોકડાઉન લાગુ થયાના દિવસો પછી ગૃહમંત્રાલયે વસ્તી ગણતરી ૨૦૨૧ના તબક્કાની મુદત મુલતવી રાખવાની અને એનપીઆર અપડેટની જાહેરાત મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હોય તેવી માહિતી સામે આવી રહી છે.

એક ટોચના અધિકારીએ આ અંગે કહ્યું હતું કે, વસ્તી ગણતરીએ કોઈ આવશ્યક પ્રક્રિયા નથી કે જે ફરજિયાતપણે કરવી જ પડે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોના સંક્રમણને ડામવા અને અંકુશ લાવવા હેતુસર કાર્યરત છે જેથી હાલ કોરોના સંક્રમણને પ્રાથમિકતા આપી અન્ય કામગીરીઓને ગૌણ રાખવા આવી છે. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવી જ પડે તેવી કોઈ જોગવાઈ નથી અને વસ્તી ગણતરીને રોકવા માટે પણ કોઈ કાનૂની અવરોધ નથી જેથી વસ્તી ગણતરીને રોકી શકાય છે. ૨૬ માર્ચ, ૨૦૧૯ ના રોજ માર્ચ ૨૦૨૧ના  સૂચિ મુજબ જાહેર કરવામાં આવેલી વસ્તી ગણતરીની તારીખ મુજબ હવે કાર્યવાહી નહીં કરી શકાય તેવા સંકેત આપીને થોડા મહિના પહેલા કેન્દ્રે રાજ્યોને પત્ર લખ્યો હતો. રાજ્યોને નવા જિલ્લા બનાવવા સહિતના નિર્ણયો લેવાની પણ હાલના સમયે ના પાડવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.