Abtak Media Google News

પોલીસ મથકે જવાના બદલે પોલીસ ઘરે આવી જરૂરી ડોક્યુમેન્ટનો ફોટો પાડી કાર્યવાહી ઝડપી અને સરળ બનાવી

પાસપોર્ટ મેળવવા માટે અનેક પ્રકારની વિધિમાંથી પસાર થવાની કાર્યવાહી ઝડપી અને સરળ બનાવવામાં આવી છે. ડિઝીટલ કાર્યવાહી કરવાથી અરજદારને પોલીસ સ્ટેશન જવાના બદલે પોલીસ ઘરે આવી પાસપોર્ટનું વેરીફીકેશન કરી જશે, મોબાઇલની સરળ એપ્લીકેશન પોકેટકોપના માધ્યમથી પોલીસ પાસપોર્ટની કાર્યવાહી ગણતરીની મિનીટોમાં જ પૂર્ણ કરી આપશે સરકાર દ્વારા ડિઝીટલ એપ્લીકેશન લોંચ કરવામાં આવી છે.

પાસપોર્ટ મેળવવા ઇચ્છુક અરજદારનો મોબાઇલમાં જ ફોટો પાડી, જરૂરી દસ્તાવેજને સ્કેન કરી આગળની કાર્યવાહીને ગતિ આપી પાસપોર્ટ વેરીફીકેશનની સમગ્ર પ્રક્રિય સર્ળ અને ઝડપી બનાવવામાં આવી છે. તમામ દસ્તાવેજને પાસપોર્ટ કચેરીએ મોકલી દેવામાં આવશે આ એપ્લીકેશન અમદાવાદ અને ગાંધીનગરમાં ૨,૧૦૦ પોલીસ વેરીફીકેશન માટે સ્ટાફનું સેટઅપ ગોઠવવામાં આવ્યું છે.

મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સોમવારે ગાંધીનગરમાં પોકેટકોપ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓને પ્રથમ તબ્બકે ૪,૯૦૦ મોબાઇલ અને પોકેટકોપ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે. એડિશનલ ડીજીપી સમશેરસિંહે આ અંગે જણાવ્યું હતું કે બીજા તબ્બકામાં તેઓ રાજય પોલીસને સિટીઝન પોર્ટલ સાથે જોડવામાં આવશે અને હાલના ચાર પોર્ટલના આંકડામાં વધુ ૨૪નો ઉમેરો કરી દેવામાં આવશે તેમ કહ્યું હતું.

સરકારનું લક્ષ્યાંક મોબાઇલ પ્લેટફોર્મના માધ્યમથી પોલીસને જોડવાનું છે. તેનાથી કોઇ પણ સ્થળે કોઇ પણ સમયે સંપર્કમાં રહી શકાય છે. આ એપ્લીકેશનના ગેર ઉપયોગથી બચવા માટે પણ ક્રોસ ચેકીંગની સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સુરક્ષાની સુવિધા ગુજરાત પોલીસ રાજય ક્રાઇમ બ્યુરો દ્વારા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલ એપ્લીકેશન પાસપોર્ટ ઇસ્યુ કરવા, પાસપોર્ટ વેરીફાઇ કરવા માટે ખોવાયેલા વાહન તેમજ ગુમ વ્યક્તિને શોધવા માટે મહત્વનો ઉપયોગ કરવામાં આવનાર છે.

૨૦૦૪થી નોંધાયેલી એફઆઇઆર મુજબ ૬૯ લાખ લોકો ગુમ છે. અને ૧૪ લાખથી વધુ વાહનોનો કોઇ હતો પત્તો ન હોવાથી આ એપ્લીકેશનના માધ્યમથી પોલીસ તેમજ લોકોને વધુ મદદરૂપ બનશે તેમ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.