Abtak Media Google News

એપ્રિલ-૨૦૧૯થી દરેક નવા વાહનોમાં વેંચાણ સાથે જ એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે: વાહનોમાં

ત્રીજી નોંધણી ચિન્હ મુકાશે જેમાં વાહનની તમામ વિગતો હશે સાથે વાહનના ઇંધણ માટે કલર કોડીંગ પણ કરાશે

વર્ષ ૨૦૦૫ માં સુપ્રિમ કોર્ટે દેશના તમામ વાહનોમાં હાઇ સિકયુરીટી નંબર પ્લેટ લગાવવાનું ફરજીયાત બનાવ્યું છે. દેશના ફરતા કરોડો વાહનોમાં  ટુંકાગાળામાં એચએસઆરપ નંબર પ્લેટ લગાવવાનું અશકય હોય વાહન માલિકોને પડતી મુશ્કેલીને લઇ સુપ્રિમ દ્વારા સમયાંતરે સમય મર્યાદામાં છુટછાટ આપવામાં આવતી હતી. જેથી કેન્દ્રના માર્ગ પરિવહન વિભાગે તાજેતરમાં એક નવો નિર્ણય લીધો છે. જે મુજબ એપ્રિલ-૨૦૧૯ થી નવું વાહન ખરીદવાની સાથે જ વાહન ડીલરો દ્વારા નવી એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. જેથી વાહન માલિકોને નંબર પ્લેટ લગાવવા આરટીઓ કચેરીએ જવું નહીં પડે

આ નવા નિયમ મુજબ એપ્રિલ-૨૦૧૯ થી દરેક વાહન ઉત્પાદકોએ હવે ત્રીજી નોંધણી ચિન્હ પણ બનાવવા પડશે જેમાં વાહનમાં વપરાતા ઇંધણ માટે કલબ કોડીંગ પણ હશે અને ડીલરના શોરૂમમાંથી કોઇપણ નવું વાહન બહાર આવે તે પહેલા ડીલરો દ્વારા વાહનના વિન્ડ શિલ્ડ પર આ નોંધણી ચિન્હ લગાવવું પડશે હાલના જુના વાહનોના કિસ્સામાં વાહન ઉત્પાદકોના ડીલરો નોંધણી ચિન્હ મુકયા બાદ વાહન ઉત્પાદકો જે આપી દેવાશે જેને જુની નંબર પ્લેટો પર પણ લગાવી શકા છે.

નવી એચએસઆરપી પાંચ વર્ષની ગેરંટી સાથે આવશે અને ત્રીજી નોંધણી ચિન્હ, ક્રોમિયમ આધારીત હોલોગ્રામ સ્ટીકર હશે વાહનમાં લગાવાયેલી આ નવી નંબર પ્લેટ એક વખત કાઢી લેવાતા તેના પરની વિગતો નાશ પામશે. આ સ્ટીકરમાં વાહનના નોંધણી નંબર નોંધણી સત્તાધિકારી, લેઝર બ્રાન્ડેડ સ્થાયી નંબર, એન્જીન નંબર, એસીસ નંબરની વિગતો હશે તે વાહનને વાહન ચોરો સામે વધારે સુરક્ષિત બનાવશે. સુપ્રિમ કોર્ટે પ્રદુષિત વાહનોની ઝડપી તપાસ માટે ઇંધણ કલર કોડીંગની યોજનાને મંજુરી આપી છે.

આ નવી એસઆરપી નંબર પ્લેટની કિંમત વાહન ખર્ચમાં જ સમાવી લેવામાં આવશે આ રજીસ્ટ્રેશન પ્લેટો વિશિષ્ટ નંબર સાથે સરકારના વાહન ડેટાબેઝ સાથે જોડવામાં આવશે. સરકારની આ નવી યોજના વાહન માલીકોમાં ભારે રાહત લાવશે કારણ કે તેઓએ એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે કોઇપણ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડશે નહી  અને આ નિયમનું રાષ્ટ્રવ્યાપી અમલીકરણ એક  સમાન થશે.

સુપ્રીમ કોર્ટે ૨૦૦૫ માં તમામ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં ઉપ્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા એક ડઝન જેટલા રાજયોએ હજુ સુધી તેનો અમલ શરુ કર્યો નથી. ૨૦૦૨ ના સંસદ પરના આંતરી હુમલા દરમ્યાન આતંકવાદીઓ આ સરકારી નંબર પ્લેટો વાળી નંબરોનો ઉપયોગ કરીને સંસદ પરિસરમાં ધુસ મારીને હુમલાને અંજામ આપ્યો હતો જેની સુપ્રિમ કોર્ટે આહુકમ  કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.