હવે રમાશે ચાર દિવસીય ટેસ્ટ ક્રિકેટ, આઈસીસીએ આપ્યો આધિકારીક દરજ્જો…!

icc
icc

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ (આઈસીસી) ની નવી પહેલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ (આઈસીસી) ની પહેલ પર સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની વચ્ચે ચાર દિવસની Test મેચ રમાશે. પોર્ટ એલિઝાબેથમાં ૨૬ ડિસેમ્બરથી પ્રથમ ચાર દિવસની ટેસ્ટ મેચ આયોજીત થશે, આ ચાર દિવસીય ટેસ્ટમાં પ્રતિદિવસ ૯૮ ઓવરની રમત હશે. ચાર દિવસની ટેસ્ટ મેચનું આયોજન ટેસ્ટ ક્રિકેટને લોકપ્રિય કરવા માટે કરવામાં આવી રહ્યું છે, ટેસ્ટ ક્રિકેટમાં હજુ પણ પાંચ દિવસની મેચ રમાઈ છે.

આઈસીસીએ ચાર દિવસની ટેસ્ટ મેચને આધિકારિક દરજ્જો આપ્યો છે, આ પ્રારૂપને દુનિયાના બધા દેશમાં લોકપ્રિય બનાવવા માટે આઈસીસીએ બધા દેશોને પહેલ કરવા માટે જણાવ્યું છે.

અત્યારે પાંચ દિવસ ટેસ્ટ પ્રારૂપમાં પ્રતિદિવસ ૯૦ ઓવરની રમત રમાઈ છે, પરંતુ હવે ચાર દિવસની ટેસ્ટમાં ૯૮ ઓવર પ્રતિદિવસ રમાઈ શકશે અને તેના માટે અડધો કલાકનો સમય વધારવામાં આવ્યો છે. પાંચ દિવસના પ્રારૂપમાં પ્રથમ ઈનિંગમાં ફોલોઓન માટે ૨૦૦ રન છે, પરંતુ આ નવા પારૂપમાં ૧૫૦ રનની લીડ વધારે હશે.

તમને જણાવી દઈએ કે, પાંચ દિવસના ટેસ્ટ પ્રારૂપ ક્રિકેટ માટે ઘણું જુનું છે, હવે આઈસીસી તેની લોકપ્રિયતાને વધારવા તથા આ પ્રારૂપને જાળવવા માટે ઘણા બધા પગલાં લઈ રહી છે, જેના માટે દુનિયાના ટોપ ખેલાડીઓ પણ સંમતિ વ્યક્ત કરી હતી.

Loading...