Abtak Media Google News

બહારગામ રહેતા અરજદારોને તેમના રેસીડન્ટ વિસ્તારની આરટીઓ કચેરીએ આવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ

ગુજરાત સરકારે ટેક્નોલોજીી લોકોને ઉપયોગી વા નવી  પહેલ અપનાવી છે. સંવેદનશીલ અને પારદર્શક વહીવટ માટે સરકારે ટેક્નોલોજીનો ભરપુર ઉપયોગ કરી અરજદારો તા લોકોને સરકારની યોજના કે કોઈપણ શાખાની લોક ઉપયોગી કામગીરીનો સીધો લાભ આપવા માટે કટીબધ્ધ છે. ત્યારે સરકારે વધુ એક નવતર પગલું અપનાવી આર.ટી.ઓ. ક્ષેત્રે નવી ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરવા અને નામ બદલવા માટેની વહીવટી કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

આજી વાહન ચાલક કોઈપણ આર.ટી.ઓ.કચેરીમાં તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકશે તેવો સરકારે નિર્ણય લઈ આજી અમલવારી શરૂ કરાશે.રાજય વાહન વ્યવહાર કમિશ્નર ધ્વારા ગુજરાત રાજ્યની તમામ આર.ટી.ઓ.કચેરીમાં હાલમાં જે કચેરીમાથી અરજદારે ડ્રાઈવિંગ લાયસન્સ લીધેલ હોય ત્યાં જ અરજદારે સોફટવેરમાં parivahan.gov.in વેબસાઈટ ઉપર જરૂરી દસ્તાવેજો અપલોડ કરી સ્લોટ બુકિંગમાથી તારીખ અને સમય નક્કી કરી આર.ટી.ઓ. કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ માટે જવું પડે છે.

અરજદારે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યા બાદ અરજદારે નોકરી, લગ્ન, ધંધા, રોજગાર માટે મૂળ કાર્યક્ષેત્રની બહાર જવું પડે છે અને તે વખતે જો અરજદારનું ડ્રાઈવિંગ લાયસન્સ પુરૂ ઈ જાય તો તેને મૂળ કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરવા માટે આવવું પડે છે ત્યારે સરકારશ્રીએ રિન્યુ પધ્ધતિ અંગે પુન:વિચારણા કરી નવી પધ્ધતિ અમલમાં મુકી છે.હાલમાં માં ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવનાર અરજદારોનો ડેટા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેી જાહેર જનતાને સગવડ ઉપલબ્ધ કરાવવા માટે આજી અરજદાર કોઈપણ આર.ટી.ઓ.કચેરીમાં તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકશે તેમજ નામ પણ બદલી શકશે. પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ કચેરી મુળ લાયસન્સનો મુળ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રા.લાયસન્સમાં હયાત વર્ગ, જન્મ તારીખ, ઈસ્યુ તારીખ બદલી શકશે નહિ. અરજદારે parivahan.gov.in વેબસાઈટ ઉપર જે કચેરીમાં ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા હોય તે કચેરી ઓનલાઈન  પસંદ કરી તે આર.ટી.ઓ કચેરીમાં જરૂરી એપોઈટમેંટ લેવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.