Abtak Media Google News

જ્યારે કોઈ બ્રેઈનડેડ વ્યક્તિનું હૃદય ડોનેટ કરીને બીજાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય ત્યારે બને એટલા ઓછા સમયમાં આ પ્રક્રિયા કરી લેવી જરૂરી હોય છે. સ્વિડનની યુનિવર્સિટીના સંશોધકોએ એક નવી સ્ટોરેજ મેથડ તૈયાર કરી છે. જે એક પ્રકારના મિની હાર્ટલંગ મશીન જેવું કામ આપે છે. આ મશીન બ્રેઈનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢેલા હૃદયને ઓક્સિજન પુરો પાડીને લગભગ ૧૨ કલાક સુધી ધબકતું રાખી શકે છે. આ મશીન શોધનારા પ્રોફેસરે પ્રાણીઓના હૃદયને ૨૪ કલાક સુધી પ્રિઝર્વ કરી શકાય તેવી ટેક્નિકનો સફળ પ્રયોગ આ પહેલા કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.