Abtak Media Google News

બારીશ કી વજહસે મેચ રોક દી ગઈ તે સમાચાર હવે ઈતિહાસ બની જશે: જાયન્ટ ટેન્ટ ટેકનોલોજી થકી સંભવ

હવે ક્રિકેટ મેચમાં વરસાદ વેરી નહીંથઈ શકે. જી હા, બારીશ કી વજહ સે મેચ રોક દી ગઈ તે સમાચાર ઈતિહાસ બની જશે કેમકે જાયન્ટ ટેન્ટની ટેકનોલોજી આખા મેદાનને કવર કરી લેશે. બ્રિટનના અખબાર ડેઈલી ટેલીગ્રાફમાં પ્રકાશિત થયેલા એક રીપોર્ટ અનુસાર આગામી બે વર્ષમાં એક એવી ટેકનોલોજી ક્રિકેટ જગતમાં આવશે જેના થકી રમત દરમિયાન વરસાદ વેરી નહી બની શકે.

આ ટેકનોલોજીને જાયન્ટ ટેન્ટ ટેકનોલોજી કહેવામાં આવે છે. કેમકે તેનાથી વરસાદ આવ્યે ખૂબજ જલ્દી એક જાયન્ટ ટેન્ટ (વિશાળ તંબુ) મેદાનને આવરી લેશે. આથી બહાર ભલે વરસાદ ખાબકતો હોય પરંતુ અંદર નિરાંતે વરસાદ પડતો હશે તોય રમત તો યથાવત રીતે રમાતી જ રહેશે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ઉત્તરી અમેરીકી દેશ કેનેડાના ઓન્ટારિયો સ્ટેટમાં ટોરોન્ટો શહેરમાં અમેરીકન ફૂટબોલ જેને રગ્બી કહેવામાં આવે છે. તેના સ્ટેડીયમમાં બરાબર આવી જ ટેકનોલોજીનો ઉપયોગ ઘણા વર્ષોથી થઈ રહ્યો છે. જેમાં વરસાદ આવ્યે માત્ર રીમોટના એક જ બટનથી મેદાન ઉપર છત ઢંકાઈ જાય છે. આનાથી મેદાન કવર થઈ જાય છે. અને રમતમાં કોઈ જ વિઘ્ન આવતું નથી. બસ, આ જ તર્જ પર ક્રિકેટ સ્ટેડીયમને પણ જાયન્ટ ટેન્ટ ટેકનોલોજીથી હવે આવરી લેવાશે. જેથી રોમાંચક રરમતમાં વરસાદ વેરી ન બની શકે.

ખાસ કરીને ભારતમાં ક્રિકેટ એ લોકોની ભાવનાઓ સાથે જોડાયેલી રમત છે. તેમાં વચ્ચે વરસાદ આવે તો લોકોની મજા બગડી જતી હોય છે. અગાઉ ઘણી વખત એવું બન્યું છે કે મેચ નિર્ણાયક તબકકામાં હોય ને વરસાદનું વિઘ્ન નડયું હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.