Abtak Media Google News

વર્તમાનમાં કમ્પ્યૂટર-મોબાઈલ વિના કામ કરવાનું લગભગ અશક્ય છે. કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેવાી કે મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી સૌથી વધુ નુકસાન આંખોને થાય છે. તેનાથી આંખોની સુંદરતા બગડવાની સાથે ચશ્માં આવવાં, ડ્રાયનેસ ફિલ થવું જેવી સમસ્યાઓ સર્જાય છે. આંખોની સુંદરતા જાળવી રાખવા માટે સતત ગેઝેટ્સના વપરાશથી આંખો નબળી પડે છે. કમ્પ્યૂટર પર કામ કરવાી આંખોને થાક લાગવો, ધૂંધળું દેખાવું, માાનો દુખાવો અને આંખોની આસપાસ ડાર્ક સર્કલ્સ પણ થાય છે. ડ્રાઈ આઈ સિન્ડ્રોમ પણ થઈ શકે, જેથી આંખોની કાળજી લેવી જરૂરી છે.

અંધારામાં કામ ન કરો

Work In Dark

કમ્પ્યૂટર કે મોબાઈલનાં વપરાશ વખતે અંધારામાં કામ ન કરો. ડીમલાઈટમાં પણ કામ ન કરો. રૂમની લાઈટ કમ્પ્યૂટરમાંથી નીકળતી લાઈટ કરતાં ઓછી ન હોવી જોઈએ. ડીમલાઈટના કારણે કમ્પ્યૂટર કે મોબાઈલમાંથી નીકળતાં કિરણો આંખોને વધુ નુકસાન કરી શકે છે.

કમ્પ્યૂટરથી આંખોનું અંતર

Distance From Computer

કામ કરતી વખતે ખુરશીની ઊંચાઈને કમ્પ્યૂટર મુજબ ગોઠવો. કમ્પ્યૂટરને તમારી આંખોંથી ૩૦ સેમીના અંતરે રાખો.

પાંપણો પટપટાવતાં રહો

1 112કામગીરી દરમિયાન પાંપણો સતત પટપટાવતાં રહો જેનાથી આંખોમાં ભીનાશ જળવાઈ રહેશે અને તે ડ્રાય નહીં થાય. લાંબા સમય સુધી આંખોને સ્થિર રાખવાથી તેમાંથી પાણી નીકળવા લાગે છે.

કામ દરમિયાન બ્રેક લો

Taking A Breakજો તમે સતત એટલે કે કલાકો સુધી કમ્પ્યૂટર કે મોબાઈલનો વપરાશ કરી રહ્યા છો તો સમયાંતરે બ્રેક લેવાનું રાખો. દર ૩0 થી ૪૦ મિનિટ બાદ તમારાથી ૨૦ ફૂટ દૂર પડેલી વસ્તુ પર તમારી નજર ઠેરવો. એક કલાક સુધી કામ કર્યા બાદ કમ્પ્યૂટર સ્ક્રીન ૧૦ મિનિટ માટે બંધ કરી દો.સ્વાસ્થ્યવર્ધક નાસ્તા લોઆંખોની સુંદરતા અને તેજ જાળવી રાખવા ખોરાકમાં વિટામિન એ, ઈ અને સી લો. દૂધ-દૂધની બનાવટો, લીલાં શાકભાજી, ઈંડાં, પપૈયું, ગાજર વગેરે વિટામિનના સ્ત્રોત છે. તેનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ કરો. કામ દરમિયાન પણ સ્વસ્થ અને વિટામિનયુક્ત હેલ્ધી નાસ્તા લેતા રહો.

આંખોની કસરત

Computer Eyestrain Imageupload 1453071575 Imageupload 1453496293

સતત કામથી આંખોને થાક લાગે છે. કામ દરમિયાન આંખોને વ્યાયામ આપો. હથેળી અને આંગળીઓની મદદથી  આંખોને બંધ કરીને તેનાં પર માલિશ કરો. વચ્ચેવચ્ચે આંખોની કીકીને ચારે બાજુ ફેરવો. આંખમાં પાણીનો છંટકાવ પણ કરતા રહો. આંખોની સુંદરતા જાળવી રાખવા પૂરતી ઊંઘ જરૂરી છે. આઠેક કલાકની નિશ્ચિત ઊંઘ લો. બ્યુટી પ્રોડક્ટસનો વપરાશ આંખ માટે કરો ત્યારે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ જ વાપરો. નિયમિત રીતે આંખોની તબીબ પાસે ચકાસણી કરાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.