Abtak Media Google News

વર્ષ ૨૦૧૬માં ૧.૫૧ લાખ લોકોના રોડ અકસ્માતમાં મોત નિપજયા હતા

જુલાઇ ૧, ૨૦૧૯થી ભારતમાં બનતી બધી જ ગાડીઓમાં આધુનિક સુરક્ષાની સુવિધાઓ ફરજીયાત બનાવાશે તેવું ટાઇમ્સ ઓય ઇન્ડીયાના રીપોર્ટ જણાવ્યું છે આ રીપોર્ટ પ્રમાણે સુવિધાઓમાં એરબેગ, રિવર્સ પાર્કીગ સેન્સર, જયારે ગાડી ૮૦ કી.મી. પ્રતિ કલાકની રફતારે હોય ત્યારે એલર્ટ સિસ્ટમ, સિટબેલ્ટ યાદ કરાવતા રિમેન્ડર આપાતકાલિન સમયે ઉ૫યોગી અન્ય સુવિધાઓ ફરજીયાત હોવી જોઇએ. જો કે રોડ તેમજ પરિવહન મંત્રાલય દ્વારા તેની મંજુરી મળી ચૂકી છે જેની ટુંક સમયમાં જ ઓપચારીક જાહેરાત કરવામાં આવશે. લોકોની સુરક્ષાના હેતુથી આ નિયમોને મંજુરી મળી ચૂકી છે. જો કે ઘણા મેન્યુયેકટર એરબેગ, રિવર્સ પાકીંૅગ, સેન્સર જેવી સુવિધાઓ આપે છે. પરંતે તે ગાડીની કિંમત પ્રમાણે હોય છે. માત્ર વધુ ચુકવણી કરનારને જ આ સુવિધાઓ આપવામાં આવે છે. આ નવા નિયમથી ગાડીઓમાં સુરક્ષાના સાધનો સાથે સ્ટાન્ડર્ડ એગમેન્ટો પણ વધશે. હાલ આ સ્ટાન્ડર્ડ સેગમેન્ટો માત્ર લકઝરી ગાડીઓમાં ઉપલબ્ધ છે. એરબેગ અને સિટબેલ્ટ રિમેન્ડરની સાથે સાથે નવી બનતી ગાડીઓમાં સ્પીડ મોનીટરીંગ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.. જે ડ્રાઇવરને ગાડીની ગતિ વધારતા પહેલાએલર્ટ કરશે. તેમજ ૮૦ કી.મી. પ્રતિ કલાકથી વધુ ગતિ થતા એક સ્પષ્ટ ઓડીઓ એલર્ટ ડ્રાઇવરને આપશે. જે ૮૦ કી.મી. પ્રતિ કલાકે ચાલતી ગાડીમાં વધુ સક્રિય રહેશે તો સ્પિડ વધુ વધવાની સાથે વારંવાર ડ્રાઇવરને ચેતવણી આપશે. વર્ષ ૨૦૧૬માં ૧.૫૧ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ ફેરફારો ખુબજ અગત્યના છે. મેન્યુઅલ ઓવરરાઇડ સિસ્ટમ પ્રમાણે જયારે ગાડીની ગતિ ખુબ જ વધી જાય ત્યારે ઓટોમેટીક સેન્ટ્રલ લોક હોય જે ગાડીને બંધ પાડી દેવામાં મદદરુપ બની તેવી જ રીતે ડ્રાઇવરને પાકીંગ સેન્સર અન્ય કોઇ વાહન કે વસ્તુ નથી ને માટે સાવચેત કરશે. જયારે ગાડી રિવર્સમાં લેવામાં આવતી હોય.

ઉલ્લેખનીય છે કે લકઝરીયસા ગાડીઓમાં મળતી સુવિધાઓ નો સમાવેશ સામાન્ય ગાડીમાં કીને ભારતીની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિયન મીનીસ્ટર નીતીન ગડકરીએ આ નિર્ણયને સ્વીકૃતિ આપી દીધી છે જેની માહીતી ટૂંક સમયમાંજ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.