Abtak Media Google News

અર્થતંત્રને વેગવંતુ કરવા સાઉદી સરકારના પ્રયાસો: વીઝા મેળવવા ઓનલાઈન એપ્લાય પણ કરી શકાશે: ટુરીસ્ટોને આકર્ષવા ૫૦ ટાપુઓ પર રીસોર્ટ ઉભા કરશે સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયાના પ્રવાસે જવા માટે હવે સરળતાથી વિઝા મળી રહેશે. જી, હા આવતા વર્ષથી સાઉદી અરેબિયા વિદેશીઓને ટુરીસ્ટ વિઝા આપવાનું શ‚ કરશે. આ અંગે એક સીનીયર સાઉદી અધિકારીએ જણાવ્યું છે કે, આ માટે સાઉદી અરેબીયા તૈયારી કરી રહ્યું છે અને વિદેશી ભંડોળ થકી પોતાના અર્થતંત્રને સકારાત્મક વેગ આપવા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.

અર્થતંત્રને વેગ આપવાના નવા-નવા સ્ત્રોતોને ઝકડી રાખવા તરફ સાઉદી અરેબિયા આગળ વધી રહ્યું છે. જેના ભાગ‚પે હવે તે વિદેશી પ્રવાસીઓને આરામથી ટુરીસ્ટ વિઝા આપશે. જણાવી દઈએ કે, અત્યાર સુધી સાઉદી અરેબિયા માત્ર સ્પેશ્યલ વિઝા જ આપતુ હતું. સાઉદી કમિશન ફોર ટુરીઝમ એન્ડ નેચરલ હેરીટેઝના હેડ પ્રિન્સ સુલતાન બીન સલમાન બીન અબ્દુલાઝીઝે કહ્યું કે, જે લોકો સાઉદી અરેબિયા આવવા માંગે છે અને અહીંની પ્રકૃતિ, સંસ્કૃતિનો અનુભવ કરવા માંગે છે તેઓને વિઝા મળશે અને આ પ્રક્રિયા વર્ષ ૨૦૧૮થી શ‚ થશે. તેમજ વિઝા મેળવવા ઓનલાઈન એપ્લાય પણ કરી શકાશે તેમ પ્રિન્સ સુલતાન બીને જણાવ્યું હતું.

સાઉદી અરેબિયાના ૩૨ વર્ષીય ઉતરાધિકારી ફ્રાઉન પ્રીન્સ મોહમ્મદ બીન સલમાને કહ્યું કે તેઓ તેના દેશના વિકાસ માટે અગ્રેસર છે અને આ માટે સાઉદીમાં નવી ઈન્ડસ્ટ્રીઓ ઉભી કરશે અને સ્થળાંતરો કે આયાત-નિકાસ પર રહેલા સામાજીક બંધનોને હળવા કરશે. તેમજ આવતા વર્ષથી મહિલાઓને ડ્રાઈવીંગ માટેની પણ અનુમતિ આપશે.

ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઈવીંગ કરવા પર પ્રતિબંધ હતો. જે હવે આવતા વર્ષથી દૂર થશે. આ સામાજીક બંધનો જ કારણ હોઈ શકે કે સાઉદી અરેબિયામાં જવા પુળ ઓછા લોકો પસંદ કરે છે પરંતુ હવે અન્ય દેશોના લોકોને આકર્ષવા સાઉદી સરકાર ઘણા ખરા નિયમોને હળવા કરશે. આ ઉપરાંત, સાઉદી અરેબિયાએ આર્થિક સુધારાઓ કરવાનું પણ નકકી કર્યું છે. ટુરીસ્ટોને આકર્ષવા સાઉદી અરેબિયા સરકારે એક પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં ફોરેનર્સ માટે વિવિધ જગ્યાઓ ઉભી કરાશે અને લગભગ પચાસ જેટલા ટાપુઓ પર રીસોર્ટ ઉભા કરશે. આ પ્રોજેકટનું પ્રથમ તબકકાનું કામ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે તેમ પ્રિન્સ સુલતાને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.