Abtak Media Google News

હજ માટે મકકા-મદીના જવાની તમામ આંતરિક પ્રક્રિયાનું સંપૂર્ણ ડિજિટાઇલેશન કરનાર ભારત વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને પુરુ કરવા અને ખરા અર્થમાં સાર્થક બનાવવામાં દેશના લધુમતિ બાબતોના મંત્રાલયે એક આગવી પહેલ કરી છે. હજની તમામ આંતરીક પ્રક્રિયાનું ડિજિટલજેશન કરવામાં ભારત પ્રથમ દેશ બન્યું હોવાનો લધુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે સાઉદીના જીદ્દા ખાતે રવિવારે આવતા વર્ષનો હજના કાર્યક્રમ અંગે દ્વિપક્ષીય કરાર કરતી વખતે ગઇકાલે મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે ભારતમાં હજને લગતી તમામ પ્રક્રિયાઓનું ડિજિટલઇનેશન કરવામાં આવશે.

ઓનલાઇન અરજી, ઇવિઝા, હજ મોબાઇલ એપ્લીકેશન આરોગ્ય સુવિધા ઇ-લેગજ માટે આગોતરી પેકીંગ વ્યવસ્થા ભારતમાં હજ માટેની તમામ માહીતી સ્વયંભુ મકક અને મદીના સાથેના સંકલનથી તમામ બે લાખ ભારતીય મુસ્લિમો કે જેઓ ર૦ર૦માં હજ માટે જવાના છે. તેમને સરળતાથી મળી શકશે. સાઉદી અરબ સાથે ર૦૨૦ ના વાર્ષિક હજ અને ઉમરાહના યાત્રાળુઓ અંગે દ્વિપક્ષીય  સમજુતી વખતે મુખ્તાર અબ્બાસ નકવીએ સાઉદી અરબમાં જણાવ્યું હતું.

ત્યારે મોહમદ આલેહ બિન તાહેરે બેનેટેન ખાતે જણાવ્યુું હતું કે ભારત સૌ પ્રથમવાર હાજીઓના સરસામાનને ડિજિટલ ઇટ્રેડિંગની સર્વીસ આપશે. જેનાથી ભારતના હાજીઓને મકકા મદીનામાં કયાં રહેવાનું છે ભવન અને તેમને કયા રુમ ફાળવવામાં આવ્યા છે. તેની સાથે સાથે પરિવહન સુવિધાની અને સાઉદીના વિમાન મથકે પહોચ્યા પછી તેમને શું સુવિધા મળવાની છે. તે તમામ માહીતી હાજીઓને પ્રવાસ શરુ કરતા પહેલા તે મળી જાય તેવી વ્યવસ્થા કરી છે.

હાજીઓની સુવિધા માટેની ડીજિટલઇલેશન ની આ વ્યવસ્થામાં પ્રવાસીઓની મોબાઇલ ફોન, સીમ કાર્ડને પણ મોબાઇલ એપ્લીકેશન સાથે જોડીને યાત્રાળુઓને હજ દરમિયાન મકકા-મહિનાના કાર્યક્રમોની જીણામાં જીણી વિગતો અને અપડેટ મોબાઇલ ફોન પર મળી જશે આ વર્ષે મુંબઇના હજ હાઉસમાં હજ યાત્રાળુઓ માટે હજની આંતરીક પ્રક્રિયા અંગે માહીતી માટે ૧૦૦ લેન્ડલાઇન હેલ્પલાઇનની સુવિધા ઉભી કરવામાં આવી છે.

હજયાત્રીઓને દેશમાં જ આરોગ્ય કાર્ડ આપી દેવામાં આવશે. હાજીઓને પરદેશમાં ઓનલાઇન સંપૂર્ણ આરોગ્યની સુવિધાની સરળતા માટે સૅપૂર્ણ આરોગ્ય વિષયક  માહીતી યાત્રાળુઓના તબીબો દ્વારા આપવામાં આવેલી દવા, સારવાર અને આરોગ્યને લગતી તમામ વિગતો ઉપલબ્ધ કરી આરોગ્ય લગતી કોઇપણ સમસ્યામાં સારી સેવા મળી રહે તે વ્યવસ્થા કરજામાં આવી છે.

7537D2F3

ગ્રુપ ઓર્ગેનાઇઝેશન સાથે આ ડીજિટલ પ્રક્રિયાને જોડીને વ્યવસ્થાને સઁપૂર્ણ પારદર્શક બનાવી યાત્રાળુઓને સંપૂર્ણ સુવિધા આપવામાં આવશે. htte://haj.nic.in હાજ ગ્રુપ ઓગેનાઇઝેશન સાથે જોડીને હાજીઓને તમામ વિગતો ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવશે.

ભારતમાંથી દર વર્ષે હજયાત્રાઓ જનારા યાત્રાળુઓની સંખ્યા વધતી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રિન્સ મોહમ્મદબિન સલમાનની મુલાકાત બાદ સાઉદીએ ખાસ કિસ્સામાં ભારતીયો માટે હજયાત્રાનો કોટો વધારવાની મંજુરી આપી છે.

અત્રેએ પણ ઉલ્લેખનીય છે કે એચ.જી.ઓ. ના પાસેથી હાજીઓને તમામ વ્યવહારની જાણકારી ઓનલાઇન મળશે લધુ મતિ બાબતોના મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાના સપનાને ખરા અર્થમાં ખરા અર્થમાં સાકાર બનાવવા માટે હજનું સઁપૂર્ણપણે ડીજીટલલેશન કરવા માટે છેલ્લા ચાર વર્ષથી મહેનત કરીને ર૦ર૦ની યાત્રા પૂર્વે હજના ડીઝીટાઇઝેશનનું કામ પુરુ કરી લીધું છે. ડીજિટલ સુવિધાથી હજયાત્રાએ જતા યાત્રાળુઓ માટે ઉત્તમ સુવિધા અને પારદર્શકાની સાથે સાથે વચેટીયાઓની સંપૂર્ણપણે બાદબાકી થઇ જશે. ભારત સરકાર-સાઉદી સરકાર બન્ને દેશોની એલચી કચેરીઓ અને સહયોગી સંસ્થાઓના સંકલનથી યાત્રાળુઓ માટે સુંદર વ્યવસ્થા ઉભી થઇ છે. ૨૦૨૦ માં એકપણ રૂપિયાની સબસીડી વગર ર લાખ ભાવિકો હજ માટે જશે. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું ૩૦ નવેમ્બર સુધીમાં જમ્મુ-કાશ્મીરના ૧પ હજાર ઓનલાઇન અરજદારો સહિત ૧.૭૬ લાખ અરજદાર ભારતીય મુસ્લિમો ૧.૭૬ મુસ્લિમોને હજ માટેની અરજી મળી છે. આ અરજીની છેલ્લી તારીખ પ ડીસે. ૨૦૧૯ રાખવામાં આવી છે.

સાઉદ સરકાર પણ ભારતીય હજયાત્રાઓની સલામતિ અને સુરક્ષા પ્રદાન કરવા માટે ખુબ જ સહકાર આપી રહે છે. બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનાવવા તત્પટ ભારત રહે છે. ભારત અને સાઉદી સરકાર સંબંધો વડાપ્રધાન મોદી અને સલમલાબીન અકઝલ અઝીઝની દોસ્તીથી નવી ઉંચાઇ ઓ પ્રાપ્ત કરી છે. બન્ને દેશો વચ્ચે મજબુત સાંસ્કૃતિક, ઐતિહાસિક આર્થીક અને રાજદ્વારી સંબંધો પ્રબળતી રહ્યાં છે. સાઉદી સરકાર હંમેશા ભારતીય હજ યાત્રીકોને પોતિકા ગણીને સારી રીતે સાચવે છે તેમ મુખ્યાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું.

સાઉદીના પાટવી કુંવર મહમદ બીન સલમાન ભારત અને વડાપ્રધાન મોદી સાઉદીની મુલાકતે ગયા બાદ આ સંબંધો વધુ સુદ્રઢ બન્યા હતા. મુખ્તાર અબ્બાસ નકવીએ ર૦૧૯ નું હજ કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજા સલમાનના સહકાર અને માર્ગદર્શક અંગે આભાર વ્યકત કર્યો હતો. સાઉદી આ તેના ભારતીય રાજદુત અસિર સૈયદ સહ સચિવ જાને આલમ મહમદ નુર રહેમાન શેખ નબી જિન્નાહ શેખ, એમ.એ.ખાન સહીતના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. હજની આંતરીયક તૈયાબીઓનું સંપૂર્ણ ડીજિટલેશન કરવાનું ભારતનું આવુ પગલુ વિશ્ર્વ માટે માર્ગદર્શન બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.