હવે, દુશ્મનોની ખેર નહિં.. વાયુસેનામાં સામેલ થશે આ નવા લડાકુ વિમાનો

ઘરઆંગણે નિર્માણ થયેલા તેજસ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વાયુદળમાં સામેલ કરવા તખ્તો

નવા ૮૩ તેજસ તથા મીડીયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ટાટા તથા એરબસ દ્વારા તૈયાર કરવામાં આવશે: રૂ. ૫૦૦૦૦ કરોડની ડીલ, નવા સુધારેલા ૪૩ તેજસ મળશે

ભારતીય વાયુદળની ક્ષમતા વધારવા માટે આગામી સમયમાં રૂપિયા ૫૦ હજાર કરોડના ખર્ચે ૮૩ તેજસ ફાઇટર વિમાન અને ૫૬ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવશે. આ બંને વિમાનોને ટાટા તથા એરબસ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવશે. ભૂતકાળના અવરો-૭૪૮ એરક્રાફ્ટને સી ૨૯૫થી રિપ્લેસ કરાશે.

સંરક્ષણ મંત્રાલયે તેની વર્ષના અંતની સમીક્ષામાં જણાવ્યું હતું કે એરબસનાં કુલ ૫૬ સી -૨૯૫ વિમાનો ખરીદવાની ડીલ હવે અંતિમ ચરણમાં છે જેના પર ટૂંક જ સમયમાં નિર્ણય કરવામાં આવશે. આ વિમાન બનાવવા ખાનગી કંપનીઓ ભાગ લેશે જે સંરક્ષણ ઉદ્યોગ માટે પ્રોત્સાહન સાબિત થશે. પ્રથમ ૧૬ વિમાન બે વર્ષની અંદર પૂરા પાડવામાં આવશે.  મહત્વનું છે કે આ તમામ વિમાન કોઈપણ હવામાનમાં અને ટૂંકા સમયમાં તેમની મિશન માટે કોઈપણ પ્રકારની હવાઈ પટ્ટીઓ ઉડાન કરી શકશે.

ગયા વર્ષે માર્ચમાં, સંરક્ષણ મંત્રાલયે એચએએલ પાસેથી ૮૩ અદ્યતન તેજસ જેટ ખરીદવાની સોદાને મંજૂરી આપી હતી. આ આખી ડીલ લગભગ ૩૮ હજાર કરોડની થશે. આ ડીલ પૂર્ણ થયા બાદ તેજસ વિમાનની કુલ સંખ્યા વધીને ૧૨૩ થઈ જશે.

Loading...