Abtak Media Google News

ગુગલ ફોટોઝ હવે તમારા ફોટા અને વીડિયોને સ્ટોર કરવા માટે રૂપિયા લેશે

ગુગલ દ્વારા અનેકવિધ સેવાઓ તેના વપરાશકર્તાઓને આપવામાં આવતી હતી. અત્યારસુધી ગુગલ ફોટોઝ પર ફોટો રાખવા માટે વપરાશકર્તાઓને અનલિમિટેડ સ્ટોરેજ વ્યવસ્થાની સુવિધા આપવામાં આવતી હતી પરંતુ હાલની સ્થિતિ મુજબ લોકોના ડેટા સાચવવા ગુગલને મોંઘુ પડી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુગલ દ્વારા જે ગુગલ ફોટોઝની સેવા આપવામાં આવી રહી છે તેમાં હવે ગુગલ વપરાશકર્તાઓ પાસેથી રૂપિયા લેશે. પ્રાપ્ત માહિતી મુજબ ગુગલ ફોટોઝમાં ૧૫ જીબી સુધીની સંગ્રહશકિત વપરાશકર્તાઓને આપવામાં આવશે ત્યારબાદ જે ફોટો અને વિડીયો ગુગલ ફોટોઝમાં સ્ટોર કરવામાં આવશે તો તેનો ચાર્જ પણ વસુલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ગુગલ ફોટોઝમાં જે ૧૫ જીબીનો સ્લોટ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે તેમાં હવે ગુગલ ડ્રાઈવના ડોકયુમેન્ટ, જીમેઈલના મેસેજ આ તમામ મુદાઓનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. જેટલા વપરાશકર્તાઓના ઈ-મેઈલ અને ડોકયુમેન્ટ વધતા જશે તેમ-તેમ ૧૫ જીબીના નિ:શુલ્ક સંગ્રહ કરવા માટેની પરવાનગીમાં પણ ઘટાડો જોવા મળશે. આ યોજના આગામી ૨૦૨૧ના જુન માસમાં અમલમાં મુકાશે જેમાં ગુગલના વપરાશકર્તાઓને હવે લિમિટેડ ફ્રિ સ્ટોરેજ મળવાપાત્ર રહેશે. સાથો સાથ ગુગલે બેકઅપની ગુણવતામાં વધારો કરવામાં આવ્યો છે. જે વપરાશકર્તાઓ ગુગલ પીકસેલનો ઉપયોગ કરી ફોટો અપલોડ કરશે તો તેને નવા નિયમો લાગુ નહીં પડે. આગામી જુન માસમાં ગુગલ અનેકવિધ નવા ફિચરો થકી વપરાશકર્તાઓને આકર્ષિત કરવા માટે નવા ઉપકરણો પણ લાવી રહ્યું છે. કોઈપણ વપરાશકાર ગુગલ ફોટોમાં વધુ સ્ટોરેજ માટે ઈચ્છા ધરાવતા હોય તો તેઓ ગુગલ-૧ પ્લાનનો પણ ઉપયોગ કરી શકશે જેમાં યુનાઈટેડ સ્ટેટમાં ૧૦૦ જીબી સુધીનો સ્ટોરેજ બે ડોલરના માસિક ભાડે મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.