હવે હોંગકોંગના રહેવાસીઓને યુ.કે.માં નાગરિકતા મળશે

હોંગકોંગને સ્વતંત્ર રાખવાનું વચન ચીને તોડતા બ્રિટને હાથ પકડ્યો

બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્શને થોડા મહિનાઓ પહેલા આપેલુ વચન પાળી બતાવ્યું છે અને હોંગકોંગમાં ચીન દ્વારા લાગુ કરાયેલા નાગરિકત્વના કાયદા બાદ હોંગકોંગના લોકોને યુકેની નાગરિકતા આપવાની તૈયારી બતાવી છે. હોંગકોંગ ૧૯૯૭માં ચીનને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ ૫૦ વર્ષ સુધી હોંગકોંગને સ્વતંત્ર્તા અપાશે તેવી શરત પણ મુકાઈ હતી. હવે ચીન આ શરતનો ભંગ કરી રહ્યું છે. જેથી યુકે દ્વારા વચન મુજબ હોંગકોંગના રહેવાસીઓને નાગરિકતા આપવાની તૈયારી  કરી છે.

થોડા મહિનાઓ પહેલા ચીનને મોટો આંચકો આપતી વખતે બ્રિટને જાહેરાત કરી હતી કે તે હોંગકોંગના લગભગ ૩૦ લાખ લોકોને તેમના દેશમાં રહેવા આવવા આમંત્રણ આપશે.  હોંગકોંગની વસ્તી લગભગ ૭૪ લાખ છે. જો કે થોડા દિવસ પહેલાં ચીને હોંગકોંગનું સંપૂર્ણ નિયંત્રણ મેળવવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલી બનાવીને તેનો કબજો કરવા માટે ધમકી આપી હતી અને હવે આ કાયદો અમલી પણ બનાવી દીધો છે.

તે સમયે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનને કહ્યું હતું કે, જો ચીન હોંગકોંગમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે, તો તેમની પાસે બ્રિટનના નાગરિકોને હોંગકોંગની નાગરિકતા આપ્યા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.  હોંગકોંગ ચીનને સોંપતા પહેલા બ્રિટીશનું  હતું. બોરિસ જોહ્ન્સનને કહ્યું કે નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો આશ્ચર્યજનક રીતે હોંગકોંગની સ્વાયતતા હણી લેશે. આમ કરવાથી બ્રિટન સાથેનો કરાર પણ તૂટી જશે. ચીનના દમનને કારણે તેઓ બ્રિટનની વિઝા સિસ્ટમમાં પરિવર્તન લાવશે. બ્રિટનના ઇતિહાસમાં વિઝા પ્રક્રિયામાં આ સૌથી મોટો ફેરફાર હશે. બ્રિટને કહેલી વાતને અમલવારીમાં પણ મુકી છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોનને કહ્યું હતું કે જો ચીન હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરે છે, તો બ્રિટીશ રાષ્ટ્રીય વિદેશી (બીએનઓ) પાસપોર્ટ વાળા લોકોને ૧૨ મહિના માટે વિઝા આપશે. તેમને પણ કામ કરવાનો અધિકાર મળશે. ૧૨ મહિના પછી તેમના વિઝા રિન્યુ કરવામાં આવશે. આ રીતે, તેઓ નાગરિકત્વ મેળવવાના કાર્યક્ષેત્રમાં આવશે.

Loading...