Abtak Media Google News

મોદી સરકાર બીજી વખત સત્તા‚ઢ થયા બાદ વિકાસને ઝડપી બનાવવા તથા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા વિવિધ નિયમોમાં ફટાફટ ફેરફાર લાવી રહી છે. જેના ભાગરૂપે દેશમાં રોજગારીની તકો વધારવા તથા ગેરરીતિ આચરવાના સાધન સમાન બની ગયેલા હેવી લાયસન્સો માટે જ‚રી શૈક્ષણીક લાયકાત રદ કરવાનો કેન્દ્ર સરકારે ગઈકાલે નિર્ણય કર્યો છે. આ અંગે કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગઈકાલે આ અંગે કેન્દ્રીય મોટર વ્હીકલ એકટ ૧૯૮૯માં ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશમાં માલ પરિવહન કરનારા ટ્રકો, બસો વગેરે જેવા ટ્રાન્સપોર્ટ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવરો મોટાભાગે અભ્યાસ કે ઓછુ ભણેલા હોવાના કારણે ટ્રાફીકના નિયમોના જ્ઞાનના અભાવે અકસ્માતો સર્જતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જે બાદ તત્કાલીન યુપીએ સરકારે કેન્દ્રીય મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરીને આ એકટની કલમ ૮માં નવા ટ્રાન્સપોર્ટ હેવી લાયસન્સ કઢાવવા માટે અરજદારો ધો.૮ પાસ હોવા જોઈએ તેવી શૈક્ષણીક લાયકાત નકકી કરી હતી. આ નવી જોગવાઈના કારણે અભણ કે ઓછુ ભણેલા નાગરીકો કે જેઓ ડ્રાઈવીંગના વ્યવસાય સાથે જોડાવવા માંગતા હોય તેમને આ ક્ષેત્રમાં રોજગારી મળવાનો આ રસ્તો બંધ થઈ ગયો હતો.

હેવી ટ્રાન્સપોર્ટ લાયસન્સોમાં શૈક્ષણીક લાયકાત ફરજીયાતનો નિયમ આવ્યા બાદ ભ્રષ્ટાચારીઓએ તેને પણ બે નંબરી આવકનું નવુ માધ્યમ બનાવી લીધો હતો. ભ્રષ્ટાચારીઓ અભણ કે ઓછુ ભણેલા અરજદારોને ધો.૮ પાસનું બોગસ રીઝલ્ટ બનાવી આપીને હજારો ‚રૂ. ખંખેરી લઈને આરટીઓ કચેરીના ભ્રષ્ટ સ્ટાફની મદદથી નિયમો વિ‚ધ્ધ હેવી લાયસન્સ કાઢી આપતા હોવાની ફરિયાદો દેશભરમાંથી ઉઠવા પામી હતી તાજેતરમાં રાજકોટ આરટીઓ કચેરીમાં આજ મુદે અનેક આરટીઓ એજન્ટો સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

જેથી ભ્રષ્ટાચારના આ માર્ગને બંધ કરવા તથા અભણ કે ઓછુ ભણેલા દેશના લાખો યુવાનો ડ્રાઈવીંગના વ્યવસાય દ્વારા રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે તાજેતરમાં આ હેવી ટ્રાન્સપોર્ટ લાયસન્સમાં લઘુતમ શૈક્ષણીક યોગ્યતાના નિયમને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપેગઈકાલે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એકટ ૧૯૮૯ના નિયમ ૮માં ફેરફાર કરીને આ શૈક્ષણીક યોગ્યતાના નિયમને દૂર કરવાનો નિર્ણય કરાયો હતો.

આ અંગે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે દેશમાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો છે. જેઓ શિક્ષીત નથી પરંતુ કુશળ અને સાક્ષર છે. જયારે દેશના વિકસતા જતા માલ અને મુસાફર પરિવહનના ક્ષેત્રમાં ૨૨ લાખ જેટલા ડ્રાઈવરોની કમી સર્જાઈ રહી છે. જેથી આ કુશળ બેરોજગારોને ડ્રાઈવીંગના વ્યવસાય દ્વારા રોજગારી આપી શકાશે. આ અંગે માર્ગ પરિવહન વિભાગની તાજેતરમાં મળેલી બેઠકમાં હરિયાણા, સરકારના પ્રતિનિધિઓએ હેવી ટ્રાન્સપોર્ટ લાયસન્સોમાં શૈક્ષણીક લાયકાત રદ કરવાની માંગ કરી હતી.

હરિયાણાના મેવાત ક્ષેત્રમાં આર્થિક અને સામાજીક રીતે પછાત નાગરીકો પાસે ડ્રાઈવીંગ સિવાય અન્ય કોઈ કૌશલ્ય નથી દેશમાં ચાલતા મોટાભાગના ટ્રકો, બસોને આ ક્ષેત્રનાં ડ્રાઈવરો ચલાવતા હોવાની પણ રજૂઆત આ બેઠકમાં કરીને આ કૌશલકુશળ યુવાનોને દેવી લાયસન્સ મેળવવામાં શૈક્ષણીક લાયકાત નડતર ‚પ હોવાની રજૂઆત થઈ હતી આ રજૂઆત બાદ માર્ગ પરિવહન મંત્રાલયે આ નિર્ણય લીધો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.