Abtak Media Google News

આવા વાહન ચાલકો આરટીઓ કચેરીમાં નિયત નમુનામાં ફોર્મ મેળવીને તે મુજબ પોતાની આંખની સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવીને ડ્રાઈવીંગ લાયસન્સ માટે અરજી કરી શકશે

એક આંખ ધરાવતા લોકો સામાન્ય રીતે બીજી આંખી તમામ વસ્તુઓ સ્પષ્ટપણે નિહાળી શકતા હોય છે. જેથી દેશભરમાં આવા લાખો એક આંખ ધરાવતા લોકો વાહનો ચલાવે છે. પરંતુ કાયદાની મર્યાદાના કારણે આવા વાહન ચાલકોને ડ્રાઈવીંગ લાયસન્સ આપી શકાતા ન હતા. આવા વાહન ચાલકોને ડ્રાઈવીંગ લાયસન્સ આપવા લાંબા સમયી માંગ ઉઠવા પામી હતી. જેથી થોડા સમય કેન્દ્ર સરકારના વાહન પરિવહન મંત્રાલય દ્વારા અમુક મેડિકલ ટેસ્ટ કરાવીને એક આંખ ધરાવતા વાહન ચાલકોને લાયસન્સ આપવાની છુટ આપી હતી. કેન્દ્ર સરકારની સુચના બાદ રાજ્ય સરકારના વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તાજેતરમાં એક પરિપત્ર કરીને એક આંખ ધરાવતા વાહન ચાલકોની સિવિલ હોસ્પિટલમાં આંખની ચેકઅપ કરાવીને નોન ટ્રાન્સપોર્ટ ડ્રાઈવીંગ લાયસન્સ આપવા હુકમ કર્યો હતો. જેથી રાજકોટ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં હવે એક આંખ ધરાવતા વાહન ચાલકોને નોન ટ્રાન્સપોર્ટ ડ્રાઈવીંગ લાયસન્સ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

જે માટે એક આંખ ધરાવતા વાહન ચાલકોએ આરટીઓ કચેરીમાં જઈને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરવા માટેનું નિયત ફોર્મ મેળવવાનું રહેશે જે બાદ આવા વાહન ચાલકે સિવિલ હોસ્પિટલમાં જઈને આંખના ડોકટર પાસે પોતાની આંખની ત્રણ પ્રકારની તપાસ કરાવવાની રહેશે. આંખના ડોકટર આવા લાયસન્સ ઈચ્છુક અરજદારને આરટીઓ દ્વારા અપાયેલા ફોર્મ પર લાયસન્સ મેળવવા માટે યોગ્ય હોવા બદલ સહિ-સિક્કા કરી આપશે.

જે બાદ લાયસન્સ ઈચ્છુક અરજદાર આ મેડિકલ સર્ટીફીકેટ સાથે પોતાની જન્મ તારીખ અને રહેઠાણનો પુરાવો રાખીને ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ લર્નીંગ લાયસન્સ માટેની કોમ્પ્યુટર ટેસ્ટ માટેની એપોઈમેન્ટ મેળવીને ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકશે. લર્નીંગ લાયસન્સની ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટમાં પુછતા ૧૫ માંથી ૧૧ પ્રશ્ર્નોના સાચા જવાબ અરજદાર આપી શકશે તો તેને પાસ જાહેર કરીને લર્નીંગ લાયસન્સ આપવામાં આવશે. લર્નીંગ લાયસન્સ મેળવ્યાના એક માસ બાદ અને છ માસની અંદર પાકા લાયસન્સ માટેની કોમ્પ્યુટરાઈઝ ટેસ્ટ ટ્રેક પર ડ્રાઈવીંગ ટેસ્ટ આપી જે પાકુ લાયસન્સ મેળવી શકશે.

રાજકોટ આરટીઓ દ્વારા એક આંખ ધરાવતા ૪૦ અરજદારોને લાયસન્સ ઈશ્યુ કરાયા છે: એઆરટીઓ યાદવ

આ અંગે રાજકોટ આરટીઓ કચેરીના એઆરટીઓ વી.એચ.યાદવે જણાવ્યું હતું કે, તાજેતરમાં ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરી દ્વારા ગાઈડ લાઈન્સ આપવામાં આવી હતી કે, એક આંખ ધરાવતા અરજદારો અમુક કંડીશન પૂર્ણ કરી શકતા હોય તો તેમને લાયસન્સ આપી શકાય. જેથી આરટીઓ કચેરી રાજકોટમાં ૧૦૫ લોકોએ અરજી કરી છે. જેમાં ૪૦થી વધારે લોકોને લાયસન્સ આપવામાં આવ્યા છે. મોનોકરણ વિઝન એટલે એક આંખમાં ન દેખાતું હોવું જોઈએ તમારી આંખ જે સાજી છે તેને ૬ મહિના માટે સ્ટેબલ યેલ હોવું જોઈએ. જો આ કંડીશન ફુલ ફીલ કરે તો આવા અરજદારને બાઈક કે નોન ટ્રાન્સપોર્ટ લાયસન્સ આપવામાં આવે છે. જો કે તેમને હેવી ટ્રાન્સપોર્ટ લાયસન્સ આપવામાં આવતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.