Abtak Media Google News

જેનેરીક દવાઓ ન લખનાર તબીબોનું લાયસન્સ થશે રદ: સરકાર ટુંક સમયમાં બનાવશે કાયદો

તાજેતરમાં સુરતમાં કિરણ હોસ્પિટલના ઉદઘાટન દરમ્યાન વડાપ્રધાન મોદીએ તબીબોને મોંઘીડાટ બ્રાન્ડેડ દવાઓની જગ્યાએ સસ્તી જેનેરીક દવાઓ લોકોને લખી આપવા માટે આહવાન કર્યુ હતું. આ આહવાન હવે તબીબો માટે ફરજીયાત થઇ જશે. ટુંક સમયમાં સરકાર તબીબો અને ફાર્માસીસ્ટ જેનેરીક દવા આપવા માટે તૈયાર રહે તે માટે નિયમ ઘડશે.

આ નિયમ મુજબ દવા ઉત્પાદક કંપનીઓ, વિતરકો, રીટેલરોની જવાબદારી ફિક્સ કરવામાં આવશે. આ મામલે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ પગલા ભરશે. નિયમનો ભંગ કરનાર સામે ચેતવણી આપવા તેમજ પરવાનગી રદ કરવા સુધીના પગલા ભરવામાં આવશે.  ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી જે.પી.પ્રકાશે આ મામલે જણાવ્યું હતું કે, યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટીસ (યુસીપીએમપી)ને ટુંક સમયમાં અમલમાં મુકવામાં આવશે. કાયદા મંત્રાલય આ કાયદાને મંજૂરી આપે ત્યારબાદ લોકોનો મત લેવાશે અને ત્યારબાદ ફાઇનલ નોટિફિકેશન અપાશે.

સોમવારે વડાપ્રધાન મોદીએ ડોકટરો દર્દીઓને સસ્તા દરની જેનેરીક દવાઓ લખી આપે તે માટે કાયદો ઘડવામાં આવશે તેવો મત વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના આ મતથી અનેક દર્દીઓને રાહત થશે. અનેક દવા કંપનીઓ ઉંચા માર્જીનથી દવા વેંચાણમાં મૂકી રહી હોવાથી આ મામલે વહેલી તકે પગલા લેવા જ‚રી છે. હાલ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇસીંગ ઓથોરીટી પણ ઉંચા માર્જીન મામલે દવા કંપનીઓને દાબમાં લેવાનો પ્રયાસ કરે છે. સરકાર લોકો સુધી રાહતદરે તબીબી સેવા પહોંચે તે મામલે પગલા લઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.